Gujarat Exclusive > દેશ-વિદેશ > શિવસેનાએ પ્રિયંકાની ઇન્દિરા ગાંધી સાથે કરી તુલના, ભાજપને ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ ગણાવી

શિવસેનાએ પ્રિયંકાની ઇન્દિરા ગાંધી સાથે કરી તુલના, ભાજપને ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ ગણાવી

0
86

નવી દિલ્હી: યુપીના લખીમપુરમાં થયેલી હિંસાનો કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા તેને ઇસ્ટ ઇન્ડિયા કંપની ગણાવી છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરી છે.

શિવસેનાએ પ્રિયંકાની તુલના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કરતા કહ્યુ કે તે વોરિયર અને યોદ્ધા છે અને તેમનો અવાજ અને આંખમાં ઇન્દિરા જેવી કુશાગ્રતા છે.

શિવસેના નેતા સંજય રાઉતના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાતના એક દિવસ પછી આ વાત સામે આવી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આ વાત લખવામાં આવી છે.

સામનાના એડિટોરિયલમાં પીએમ મોદીને આ માંગ કરવામાં આવી છે કે તે ખેડૂતોની વાતને સાંભળે. જેમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે જો સરકારને લાગે છે કે ખેડૂતોની ધરપકડ કરીને તેમનો અવાજ દબાવવામાં આવી શકે છે તો આ એક ભ્રમ છે.

સામનામાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયંકા ગાંધી પર રાજકીય પ્રહાર કરવામાં આવી શકે છે પરંતુ જે લોકો તેણે ગેરકાયેદસર રીતે કેદ કરી રહ્યા છે, તેમણે આ વાત ધ્યાન રાખવી જોઇએ કે તે મહાન ઇન્દિરા ગાંધીના પૌત્રી છે, જેમણે દેશ માટે ખુદનું બલિદાન આપી દીધુ અને પાકિસ્તાનને તોડીને ભારતના વિભાજનનો બદલો લીધો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ફટાકડા કંપનીઓને લગાવી ફટકાર, કહ્યુ- ‘જીવની કિંમત પર ઉત્સવ મનાવવાની પરવાનગી નથી’

શિવસેનાએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના નરસંહારના પરિણામ આખી દુનિયામાં અનુભવવામાં આવી રહ્યા છે. આ માત્ર આ સાબિત કરે છે કે સરકાર કોઇની પર પણ કાર્યવાહી કરશે, પછી કઇ પણ થાય અને જો વિપક્ષે અવાજ ઉઠાવ્યો છે ત તેનું ગળુ દબાવી દેવામાં આવશે.

શિવસેનાએ એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે યોગી સરકાર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જો આ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અથવા કેરળમાં થયુ હોત તો ભાજપ તે રાજ્યના મુખ્યમંત્રીના રાજીનામા માટે દેશવ્યાપી આંદોલન છેડી દેત. ઇમરજન્સી દરમિયાન પણ લોકતંત્રનું આ રીતે ગળુ દબાવવામાં આવ્યુ નહતુ.

યુપી સરકાર દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લખીમપુર ખીરી જતા રોકવા પર શિવસેનાએ પૂછ્યુ કે શું આ ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યુ છે?

શિવસેનાએ કહ્યુ કે ઇમરજન્સી દરમિયાન પણ લોકતંત્રનો આ રીતે ગળુ દબાવવામાં આવ્યુ નહતુ. મહત્વપૂર્ણ છે કે પોલીસ દ્વારા લખનઉ એરપોર્ટની બહાર નીકળતા રોક્યા બાદ સીએમ બઘેલે એરપોર્ટ પર જ ધરણા કર્યા હતા જ્યારે ચન્નીએ કહ્યુ હતુ કે લખીમપુર ખીરીમાં થયેલી હિંસા તેમણે 1919ના જલિયાંવાલા બાગની યાદ અપાવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat