Gujarat Exclusive > રાજનીતિ > 7 મહિનામાં શેહલા રાશિદનો રાજકારણથી મોહભંગ, રાજનીતિ છોડી

7 મહિનામાં શેહલા રાશિદનો રાજકારણથી મોહભંગ, રાજનીતિ છોડી

0
151

નવી દિલ્હી: જવાહર લાલ યુનિવર્સિટી (JNU)ની પૂર્વ વિદ્યાર્થિની અને જમ્મુ-કાશ્મીરની નેતા શેહલા રશિદે રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે. કાશ્મીરની સ્થિતિને લઈને શેહલા રશીદે શાહ ફૈસલની પાર્ટી જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટમાં સામેલ થઈ હતી.

શેહલા રશીદ પર દેશદ્રોહનો આરોપ
ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં JNU વિદ્યાર્થી સંઘની નેતા શેહલા રશીદને દેશદ્રોહ કેસમાં કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. સપ્ટેમ્બરમાં પટિયાલા હાઉસ કોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી હતી. શેહલા રાશિદ પર જમ્મુ-કાશ્મીરને લઈને સેના વિરૂદ્ધ ખોટા અને રાષ્ટ્ર વિરોધી ટ્વીટ કરવા અને અફવાઓ ફેલાવવાનો આરોપ છે.

નોંધનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે JNU ની વિદ્યાર્થી નેતા શેહલા રાશિદ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. આ કેસ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે.

રાફેલની પૂજા ટ્વીટર પર થઈ ટ્રોલ, શસ્ત્ર પૂજનને કોંગ્રેસે ‘નાટક’ ગણાવ્યું