Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સારંગપુર AMTS બસ ટર્મિનસનો શેડ ધરાશાયી

સારંગપુર AMTS બસ ટર્મિનસનો શેડ ધરાશાયી

0
1

અમદાવાદ શહેરના સારંગપુર AMTS બસ ટર્મિનસ પર શેડ ધરાશાયી થયો. જેમાં સવારના સમયે બસ સ્ટેશન પર ભીડ હતી ત્યારે ઘટના બની છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટનાથી અન્ય ટર્મિનસ પર શેડની તપાસ કરાશે તેમજ અન્ય ટર્મિનસ પર આવી ઘટના ન બને તેને લઈને કામગીરી કરાશે. અમદાવાદ શહેરમાં સારંગપુર બસ સ્ટેશનનો અચાનક તૂટી પડેલો શેડ એએમટીએસના મેઇનટેન્સ સંભાળતા સ્ટાફની બેદરકારી સૂચએ છે. તેમજ આ એએમટીએસના બસ સ્ટેડનની સલામતીને લઇને અનેક પ્રશ્નો ઉભા કરે છે.

અમદાવાદના એએમટીએસ બસ સ્ટેન્ડનો શેડ ઘરાશાયી થવાની ઘટનાએ શહેરના અન્ય બસ સ્ટેન્ડ અને ટર્મિનશની સલામતીને લઇને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. એએમટીએસ દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોના બસ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ અનેક સ્થળોએ નાના મોટા બસ સ્ટોપ અને બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યા છે.

જેમાં મુસાફરો બેસીને બસની રાહ જોઇ શકે છે. તેવા સમયે સારંગપુરના બસ ટર્મિનસનો શેડ તૂટવાની ઘટનાએ બસ સ્ટેન્ડની કામગીરી અને દેખરેખ પર અનેક સવાલો ઉભા કર્યા છે. તેમજ બસ સ્ટેન્ડની દેખરેખ માટે એક અલાયદો વિભાગ કાર્યરત છે. જે સમયાંતરે તેની તપાસ કરીને તેની દેખરેખ રાખે છે. જો કે આ ઘટનાના આ વિભાગની બેદરકારી છતી થાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat