Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 45000 ક્યૂસેક પાણીની આવક

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 45000 ક્યૂસેક પાણીની આવક

0
1247

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ 124.48 મીટરે સપાટીએ પહોંચી છે.એમ કહી શકાય કે ચોમાસાની શરૂઆતમા નર્મદા બંધ ઉંચી સપાટીએ પહોંચ્યો છે.મધ્ય પ્રદેશમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા એમાંથી ડિસ્ચાજ પાણી સીધુ સરદાર સરોવરમાં આવી રહ્યું છે.એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

હાલ નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે.આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે.હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ માર્ગે પાણી પૂરું પાડવામાં આવે છે.એટલે સાચા અર્થમાં નર્મદા બંધ રાજ્યની જીવાદોરી સાકાર થઇ છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ 124.48 મીટરે પહોંચી છે.એમ કહી શકાય કે ચોમાસાની શરૂઆતમાં નર્મદા ડેમ સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે.મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ સરદાર સરોવર ડેમમાં 45000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

હાલ નર્મદા ડેમમાં 2050 MCM (મ્યુલીનક્યુબિક મીટર) લાઈવ પાણીનો જથ્થો છે અને ગુજરાત માટે કેનાલમાં 9100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે.અને નર્મદા બંધ સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકવાના છે. એટલે આ વર્ષ ખૂબ સારું છે.કેમકે આ વર્ષે પાણીની તંગી જરાય નહીં પડે.ઓ જોકે હાલ જો ડેમ દરવાજા ન હોત તો નર્મદા ડેમ ઓવરફ્લો જરૂર થયો હોત.

ગુજરાત ATS-ક્રાઈમબ્રાન્ચે કોન્ટ્રાક્ટ કિલર્સને ઝડપ્યા