Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટીસીએસનો શેર પાંચ દિવસમાં 6% તૂટ્યો શું તમારે ખરીદવો જોઈએ?

ટીસીએસનો શેર પાંચ દિવસમાં 6% તૂટ્યો શું તમારે ખરીદવો જોઈએ?

0
1

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે TCS stock 4,500 રૂપિયા પ્રતિ શેરના ભાવથી ચાર કરોડ શેરનું બાયબેક કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે કંપનીએ 23 ફેબ્રુઆરી, 2022ને રેકોર્ડ તારીખ તરીકે જાહેર કરી છે. કંપની કુલ 18,000 કરોડ રૂપિયાની કિંમતના શેર બાયબેક કરશે. જોકે, આ દરમિયાન ટીસીએસનો શેર TCS stock છેલ્લા થોડા દિવસોથી સતત તૂટી રહ્યો છે. ફક્ત પાંચ જ દિવસમાં ટીસીએસના શેરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ અંગે વાત કરતા GCL સિક્યોરિટીઝના વાઇસ-ચેરમેન રવિ સિંઘલનું કહેવું છે કે, “રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાથી ડૉલર ઇન્ડેક્સમાં ઝડપથી ઘટાડો આવવાની સંભાવના છે. આથી એક્સપોર્ટ પર ભાર દેતી આઈટી કંપનીઓને રશિયા અને યૂક્રેન સંકટથી લાભ થવાનો છે. ટીસીએસ એક મોટી આઈટી એક્સપોર્ટર કંપની છે. આથી આ ઘટનાક્રમમાં કંપનીને ખૂબ લાભ થવાનો છે. હાલ બાયબેકની ઑફરથી કંપનીના શેરની માંગ ખૂબ વધી ગઈ છે. આ જ કારણે આ શેર આગામી એક મહિનામાં 4200 રૂપિયાની સપાટી પર પહોંચી શકે છે.”

સેબી સાથે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે નોંધાયેલી પેઢી રાઇટ રિસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવ કહે છે કે, “કંપની બજાર કિંમતથી 20 ટકા વધારે કિંમત આપીને શેરનું બાયબેક કરી રહી છે. આપણે 50-70 ટકા સ્વીકાર પ્રમાણની આશા રાખીએ છીએ. બાયબેકની વધારે કિંમત અને લાંબા ગાળે ગ્રોથની વિશાળ સંભાવના રોકાણકારોને લાભનો અવસર આપે છે.” ઉલ્લેખનીય છે કે શેરની રેકોર્ડ ડેટ પહેલા છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ આઈટી સ્ટૉકમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સેબી સાથે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ તરીકે નોંધાયેલી પેઢી ગ્રીન પોર્ટફોલિયોના સહ-સ્થાપક દિવમ શર્મા કહે છે કે, “બાયબેક ઑફર લાંબા સમયથી ટકી રહેલા શેરધારકો માટે નફાનો એક સારો અવસર છે. તેઓ પોતાના શેરને ટેન્ડર ઑફર મારફતે રજૂ કરી શકે છે. બાયબેકમાં નાના રોકાણકારો માટે 15 ટકા હિસ્સો અનામત છે. આથી તેમના શેર બાયબેક હેઠળ સ્વીકારમાં આવશે તેની શક્યતા વધી જશે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat