Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બજેટથી બીજા દિવસે પણ શેર બજારમાં રોનક, સેન્સેક્સ 50000ને પાર, નિફ્ટીમાં પણ તેજી

બજેટથી બીજા દિવસે પણ શેર બજારમાં રોનક, સેન્સેક્સ 50000ને પાર, નિફ્ટીમાં પણ તેજી

0
106

Share Market Update: બજેટ બાદ શેર બજારમાં હજુ પણ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ એક વખત ફરીથી 50,000ના સ્તરને પાર પહોંચ્યો છે. હાલ સેન્સેક્સ 1545 અંકોની તેજી સાથે 50,145ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 325 અંકોની તેજી સાથે 14,606.65ના સ્તર પર પહોંચ્યો છે. Share Market Update

ગઈ કાલે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) 2,314.84 અંક એટલે કે 5 ટકા ઉછળીને 48,600.61 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 646.60 અંક એટલે કે 4.74 ટકા ઉછળીને વધારા સાથે 14,281.20 અંક પર પહોંચ્યો હતો. બજારમાં શાનદાર તેજીના કારણે રોકાણકારોને એક જ દિવસમાં 6.34 લાખ કરોડ રૂપિયાથી અધિક કમાણી થઈ છે. Share Market Update

આ પણ વાંચો: વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીએ ચૂંટણી લડવા માટે માંગી ટિકિટ, બોડકદેવ વોર્ડમાં નોંધાવી દાવેદારી Share Market Update

નાણા મંત્રી નિર્મલા સીતારણ જેમ-જેમ બજેટ સ્પીચ વાંચતા ગયા તેમ-તેમ શેર બજારમાં રોનક વધતી ગઈ. બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી. બજેટમાં વીમા કંપનીઓમાં FDIની મર્યાદા 49%થી વધારીને 74% કરવાનું એલાન કર્યું છે. જેની અસર વીમા કંપનીઓના શેર પર જોવા મળશે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેર 8.94%, HDFC લાઈફના શેર 3.14 %, SBI લાઈફના શેર 1.20 % અને ICICI પ્રોડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સના શેર 1.90 % ઉપર બંધ થયો હતો. Share Market Update

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat