- રોકાણકારોએ ગુમાવ્યા ₹ 3.3 લાખ કરોડ, જાણો આ કારણોસર સેન્સેક્સ 1100 અંક તૂટ્યો Sensex Today
મુંબઈ: 22 ફેબ્રુઆરી એટલે કે સોમવારે શેર બજારમાં કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1100 અંકથી તૂટ્યો હતો. આ સાથે લાંબા સમય બાદ સેન્સેક્સ 50 હજારની નીચે સરક્યો છે. સેન્સેક્સે આજે 49,724ના લો લેવલને ટચ કર્યો. જ્યારે નિફ્ટી પણ 250 અંક તૂટીને 14,750ની નીચે જતો રહ્યો છે. Sensex Today
જણાવી દઈએ કે, આ મહિને સેન્સેક્સે 52,500ની સપાટી ક્રોસ કરી હતી. જ્યારે જાન્યુઆરીમાં સેન્સેક્સે 50 હજારની લેવલ ક્રોસ કર્યો હતું. હાલ બજાર તૂટવાના કારણે એક જ દિવસમાં રોકાણકારોના 3.3 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. નબળા વૈશ્વિક સંકેતો અને કોરોનાના વધી રહેલા કેસની અસર પર શેર બજાર પર પડી રહી છે.
1 દિવસમાં ગુમાવ્યા 3 લાખ કરોડથી વધુ રૂપિયા Sensex Today
આજે માર્કેટ બંધ થયા પહેલા 3:15 મિનિટ પર સેન્સેક્સ 1100 અંક તૂટ્યો હતો. જ્યારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 2,00,60,161.09 કરોડ રૂપિયા રહી ગયું હતું. જ્યારે શુક્રવાર એટલે કે 19 ફેબ્રુઆરીએ તે 2,03,98,381.96 કરોડ પર બંધ થયો હતો. એટલે કે એક દિવસમાં તેમાં 3.3 લાખ કરોડની કમી આવી છે. તો ચાલો જાણીએ ક્યાં કારણોસર બજાર તૂટી રહ્યું છે?
કોરોના સંક્રમણના વધી રહ્યાં છે કેસ Sensex Today
UK સહિત અનેક દેશોમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનનો ખતરો વધી ગયો છે. ભારતમાં પણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ સહિત કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં તો લોકડાઉનની ચર્ચા થઈ રહી છે. જ્યારે અમુક જગ્યાએ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના કારણે શેર બજાર પર નકારાત્મક અસર થઈ છે અને વિદેશી રોકાણ ઓછુ નોંધાયું છે.
આ પણ વાંચો: પોડિંચેરી ગુમાવવા સાથે સમગ્ર દક્ષિણ ભારતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ, હવે માત્ર આ રાજ્યોમાં જ બચી સરકાર Sensex Today
FPI રોકાણમાં કમી Sensex Today
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) તરફથી માર્કેટમાં રોકાણમાં કંઈક કમી આવી છે. માર્કેટના હાઈ વેલ્યુએશન અને કોરોનાના વધી રહેલા કેસના કારણે આવું થઈ રહ્યું છે. ગત શુક્રવારે FPIએ માર્કેટથી 119 કરોડ રૂપિયા નીકાળ્યા છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી નબળો ટ્રેન્ડ જળવાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્લોબલ ઈક્વિટીમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. આજે પણ વિદેશી શેર બજારોમાં નબળા સંકેત રહ્યાં છે.
બજારની હાઈ વેલ્યુએશન Sensex Today
શેર બજારની હાઈ વેલ્યુએશન પણ એક મુખ્ય ચિંતાનો વિષય છે. આ મહિને સેન્સેક્સ 52500ના લેવલને ક્રોસ કર્યો. એટલે કે સેન્સેક્સમાં 100 ટકાથી વધુ તેજી આવી ચૂકી છે. 4500 થી 50000 અને 52500ના લેવલ સુધી પહોંચવામાં 4 મહિના પણ ના લાગ્યા. આથી જ એક્સપર્ટ પણ માર્કેટમાં સાચવીને રોકાણ કરવાની સલાહ આપી રહ્યાં છે.
INDIA VIX Sensex Today
નિફ્ટી પર વોલેટિલિટી ઈન્ડેક્સ INDIA VIX માં આજે 13.5 ટકાની તેજી જોવા મળી રહી છે. અત્યારે તે 25ના લેવલ પર પહોંચી ગઈ છે. 22 ફેબ્રુઆરએ IT શેરોમાં વેચાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર ઈન્ડેક્સ 3 ટકા તૂટ્યું છે. ઈન્ડેક્સ પર મોટાભાગના શેર નબળા થયા છે.