મુંબઈ: બજેટ બાદ શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. આ તેજી આજે સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહી છે. મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન માર્કેટમાં મંદી જોવા મળી હતી, પરંતુ જલ્દી બજાર તેજીમાં આવી ગયું. આ લખવા સુધી સેન્સેક્સ 203 અંકની છલાંગ લગાવીને 50,324 અંક પર કારોબાર કરી રહ્યો છે. જો કે માર્કેટ શરૂ થવા સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 60 અંક તૂટ્યુ હતું. Sensex Today
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે નિફ્ટીમાં પણ તેજી યથાવત જળવાઈ રહી છે. આ લખવા સુધી નિફ્ટી 157 અંકના વધારા સાથે 14,805.60 અંક પર કારોબાર કરી રહ્યો હતો. આજે રિલાયન્સ, TCS અને ઈન્ફોસિસ જેવા માટો શેરોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં સૌથી વધુ 4.50 ટકાની તેજી ઈન્ડસઈન્ડ બેંકમાં થઈ. આ સિવાય ડૉ રેડ્ડી, પાવરગ્રિડ, ટેક મહિન્દ્રા, M & M, સન ફાર્મા અને એક્સિસ બેંકના શેરોમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. બીજી તરફ મારુતિ, કોટક બેંક, SBI અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર તૂટ્યા હતા. Sensex Today
આ પણ વાંચો: વસ્ત્રાપુરમાં ગ્રાહક સુરક્ષા અધિકારી બનીને તોડ કરનારા 2 ઝડપાયા, 4 ફરાર Sensex Today
દિવસની શરૂઆતમાં નિફ્ટીનો નીચલો સ્તર 14,774.15 રહ્યો હતો. એક્સપર્ટનું માનીએ તો, રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે અને વિદેશી બજારોમાંથી પણ સકારાત્મક સંકેત મળવાથી ઘરેલુ શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. Sensex Today
બજેટથી ઉત્સાહિત શેર બજાર ગઈ કાલે પણ ઉછાળા સાથે બંધ થયું હતું. શેર બજારનો સેન્સેક્સ 1197 અંકોના વધારા સાથે 49,797.72 અને નિફ્ટી 366 અંકોની છલાંગ લગાવીને 14,647ના સ્તર પર બંધ થયું હતું. બજેટમાં આત્મનિર્ભર ભારત પર ભાર મૂકાવાથી રોકાણકારોને રાહત દેવાનું શેર બજારે સ્વાગત કર્યું છે. Share Market Live