Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > શેર બજારે ગુમાવી 10 દિવસની તેજી, રોકાણકારોના 3 લાખ કરોડથી વધુ ધોવાયા

શેર બજારે ગુમાવી 10 દિવસની તેજી, રોકાણકારોના 3 લાખ કરોડથી વધુ ધોવાયા

0
191

અમદાવાદ: સપ્તાહના ચોથા કામકાજ દિવસ એટલે ગુરુવારે ભારતીય શેર બજારે 10 દિવસમાં મેળવેલી તેજી ગુમાવી દીધી. દિવસની શરૂઆતના ઊછાળાના અંતે સેન્સેક્સમાં 1066 અંક એટલે 2.61 ટકાનું ગાબડું પડી ગયું હતું અને 39,728.41 આંક પર બંધ રહ્યું હતું. નિફ્ટી11,680.35 પર બંધ રહ્યું. નિફ્ટીમાં પણ 290.70 આંક એટલે 2.43 ટકાનો ઘટાડો નોંધાયો.

ઘટાડાનું મોટું કારણ

ગુરુાવારે ભારતીય શેર બજારમાં ઘટાડા માટે અનેક પરિબળો જવાબદાર છે. પહેલું સૌથી મોટું કારણ વૈશ્વિક સ્તરે મળેલા સંકેત છે. હકીકતમાં ચૂંટણી પહેલાં રાહત પેકેજ ના મળવાની આશંકાના કારણે અમેરિકાના બજારોમાં દબાણનું માહોલ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ટ્રેજરી સેક્રેટરીએ જણાવ્યું છે કે અમેરિકામાં ચૂંટણી પહેલાં રાહત પેકેજ શક્ય નથી. તે સિવાય યૂરોપમાં લોકડાઉનના ભયથી બજાર ઠંડુ છે.

જ્યારે IMFના ભારત સહિત વિશ્વભરમાં જીડીપી અંદાજના કારણે પણ રોકાણકારોની ચિંતા વધી છે. IMFએ જણાવ્યું કે આ વર્ષે ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા તેના સૌથી ખરાબ સમયમાં રહેશે. જોકે નવા નાણાકીય વર્ષમાં સુધારાનો અંદાજ છે. શેર બજારમાં ઘટાડાનો એક કારણે વીક્લી એક્સપાયરી દિવસ પણ છે. સામાન્ય ભાષામાં સમજીએ તો આ દિવસે રોકાણકારો નફા માટે રાહ જુએ છે.

આ પણ વાંચો: પ્રતિ વ્યક્તિ GDPમાં બાંગ્લાદેશ પણ ભારતથી આગળ નીકળશે: IMF

વિશ્વ બેંકનું નિવેદન

આ વચ્ચે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે જણાવ્યું કે કોરોના વાઇરસ મહામારીના કારણે વિશ્વ 1930ના દાયકાની મંદી પછીની સૌથી મોટી મંદીમાંથી પસાર થઇ રહ્યું છે અને તેમણે કોવિડ-19 મહામારીને અનેક વિકાસશીલ અને સૌથી ગરીબ દેશો માટે ‘ભયાવહ ઘટના’ ગણાવી છે. આ નિવેદનના કારણે પણ રોકાણકારોમાં ભયનો માહોલ છે.

રોકાણકારોને 3 લાખ કરોડથી વધુનું નુકશાન

વેપારના અંતમાં BSE ઇન્ડેક્સના માર્કેટ કેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ કારણે રોકાણકારોને 3 લાખ કરોડથી વધુનું નુકશાન થયુ છે. બુધવારે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 1,60,56,605.84 કરોડ રૂપિયા હતી. તેમાં ગુરુવારે ઘટાડો થઇ 1,57,65,742.89 પર પહોંચી ગઇ છે.

આ પણ વાંચો: નવરાત્રિઃ સરકાર આગલા દરવાજે પ્રતિબંધ રાખી પાછલા દરવાજે છૂટ આપી શકે

BSE ઇન્ડેક્સની સ્થિતિ

વેપારના અંતમાં BSE ઇન્ડેક્સમાં અશિયન પેન્ટને બાદ કરતા બધા 29 શેર લાલ નિશાન પર બંધ થયા. સૌથી મોટું ગાબડું બજાજ ફાઇનેન્સમાં પડ્યું. બજાજ ફાઇનાન્સ સિવાય ટેક મહિન્દ્રાના શેરમાં પણ 4 ટકાથી વધુનું ગાબડું પડ્યું હતુ. જ્યારે બેન્કિંગ સેક્ટરના ઇન્ડુસિંડ બેંક, એસબીઆઈ, ICICI બેંક અને કોટક બેંકના શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ જ રીતે રિલાયન્સ, એરટેલ, એચસીએલના શેરમાં પણ ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.