Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘અમદાવાદ-સુરત સેનાને સોંપાશે..!’ ફેસબુકમાં ફેક ન્યૂઝ પોસ્ટ કરનાર વિરૂદ્ધ ગુનો દાખલ

‘અમદાવાદ-સુરત સેનાને સોંપાશે..!’ ફેસબુકમાં ફેક ન્યૂઝ પોસ્ટ કરનાર વિરૂદ્ધ ગુનો દાખલ

0
832

અમદાવાદ (દિપક મસલા): “આર્મી કો અમદાવાદ ઓર સુરત 14 દિન કે લીયે સોંપા જાયેગા, હો શકતા હૈ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરેં. દૂધ ઓર દવાઈ કે સિવા કુછ નહીં મિલ પાયેગા, હો સકે તો સ્ટોક કર લો” લોકડાઉન 4 પુરૂ થવાના ગણતરીના દિવસોમાં બાકી હતા, તેવા સમયગાળામાં આ પ્રકારની ભ્રામક પોસ્ટ કરનાર શખ્સને સાયબર સેલે ઓળખી લઈ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

લોકડાઉન 4 પુરૂ થવાના 3 દિવસ અગાઉ ભ્રામક પોસ્ટ બનાવી આરોપીનો ઈરાદો લોકોમાં ગભરાટ ફેલાવી તેઓને રસ્તા પર વસ્તુઓની ખરીદી માટે ઉતારી દેવાનો હતો. જેના પગલે લાખોની સંખ્યામાં ખરીદી કરવા લોકો રોડ ઉતરી પડે અને અફરાતફરી મચે તેમજ લોકોમાં વધુમાંવધુ કોરોના મહામારીનું સંક્રમણ ફેલાય. આ સંક્રમણ ફેલાવાથી વધુમાંવધુ લોકોના મોત થાય અને સરકારી તંત્ર પર બેદરકારીનું દોષારોપણ આવે. આ રીતે લોકોમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પેદા થાય, પરંતુ સચેત સરકારી તંત્રએ આ પોસ્ટને ફેક અને અફવા જાહેર કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે પોસ્ટ વાયરલ થયાના ગણતરીના કલાકોમાં કોઈ કડક લોકડાઉન નથી થવાનું અને ગભરાવાની કોઈ જરૂર નથી તેવી જાહેરાત કરી હતી. તંત્રની સચેતતાને પગલે આરોપીની મેલી મુરાદ પાર પડી નહોતી.

બીજી તરફ સાયબર સેલે આ પોસ્ટ કરનાર મામલે તપાસ કરતા ફેસબૂક પર આ પોસ્ટ ગત તારીખ 28મી મેના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ કલદર (પ્રોફાઈલ નું પૂરું નામ નથી લખ્યું)નામના પ્રોફાઈલ ધારકે કરી હતી. આ પોસ્ટમાં “અહમદાબાદ ઓર સુરત 14 દિન કે લીયે સેના કે હવાલે” ના મથાળા હેઠળ “ગુજરાત સરકાર કી બેઠક ચલ રહી હૈ,કિસી ભી સમય પર અહમદાબાદ પૂર્ણત બંધ કી ઘોષણા કી જાયેગી. સિટી આર્મી કો સોંપને જા રહે હૈ, હો શકતા હૈ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરે. શાકભાજી-કિરાણા કા સ્ટોક કર લો. અહમદાબાદ કે કિસી ભી દોસ્તો કો સુચિત કરે.”

સાયબર સેલે આ પ્રકારની પોસ્ટ આવતા તે ફેક હોવાની લોકોમાં સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જે બાદમાં પોસ્ટ કરનાર વ્યક્તિ વિરુદ્ધ શનિવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દેશ ભલે ‘અનલૉક’ થાય, પરંતુ આ 10 નિયમોનું કરવું પડશે પાલન