Gujarat Exclusive > દેશ-વિદેશ > એવા જમીનદાર જે પોતાની હવેલી પણ સંભાળી ના શક્યા, કોંગ્રેસ પર શરદ પવારનો કટાક્ષ

એવા જમીનદાર જે પોતાની હવેલી પણ સંભાળી ના શક્યા, કોંગ્રેસ પર શરદ પવારનો કટાક્ષ

0
105

મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ આ સ્વીકાર કરવુ જોઇએ કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી હવે તેમનો દબદબો તેવો નથી રહી ગયો, જેવો ક્યારેક હતો. શરદ પવારે સંકેત આપ્યો છે કે મહારાષ્ટ્રના સત્તારૂઢ ગઢબંધનમાં તેમના સહયોગી દળે વાસ્તવિકતાની તપાસ કરવી જોઇએ.

પવારે કહ્યુ, એક સમય હતો જ્યારે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી કોંગ્રેસ હતી પરંતુ હવે એવુ નથી. આ સત્ય સ્વીકાર કરવુ જોઇએ. આ તથ્ય સ્વીકાર કરવાની માનસિકતા (કોંગ્રેસની અંદર) જ્યારે થશે ત્યારે નજીક (અન્ય વિપક્ષી દળ) આવશે.

પવારે મુંબઇ તકને જણાવ્યુ, જ્યારે નેતૃત્વની વાત આવે છે તો કોંગ્રેસના મારા સહયોગી અલગ નજરિયો રાખવાના પક્ષમાં નથી.

પવારે જ્યારે જણાવ્યુ કે 2024ની લોકસભા ચૂંટણીમાં મમતા બેનરજીના એકજુટ વિપક્ષનો ચહેરો હોવા વિશે જણાવવામાં આવ્યુ તો કોંગ્રેસના લોકો કહે છે કે તેમની પાસે રાહુલ ગાંધી છે. પવારે કટાક્ષ કરતા કહ્યુ, તમામ દળ, ખાસ કરીને કોંગ્રેસના સહયોગી પોતાના નેતૃત્વ પર અલગ વલણ અપનાવવા તૈયાર નથી. એમ પૂછવામાં આવતા કે શું આવુ અહંકારને કારણે છે, પવારે જમીનદારો વિશે એક કિસ્સો સંભળાવ્યો હતો જેમાં પોતાની મોટાભાગની જમીન ગુમાવી દીધી હતી અને હવેલીની સારસંભાળમાં અસમર્થ હતા.

આ પણ વાંચો: USના એરબેસ પર હુમલાખોરના દાખલ થવાના સમાચાર, સ્ટાફને ઘરે મોકલવામાં આવ્યો

પવારે કહ્યુ, મે ઉત્તર પ્રદેશના જમીનદારો વિશે એક કહાની સંભળાવી હતી જેમની પાસે ઘણી જમીન અને મોટી હવેલીઓ હતી. ભૂ-સીમન કાયદાને કારણે તેમની જમીન ઓછી થઇ ગઇ. હવેલીઓ બની રહી પરંતુ તેની સાર સંભાળ અને સમારકામની ક્ષમતા (જમીનદારો) નહતી રહી, તેમની ખેતીથી થતી આવક પણ પહેલા જેવી નહતી. કેટલાક હજાર એકર સમેટાઇની તેમની જમીન 15-20 એકર રહી ગઇ. જમીનદાર જ્યારે સવારે ઉઠ્યો, તેને આસપાસ લીલા ખેતરને જોયા અને કહ્યુ કે તમામ જમીન તેની છે. તે ક્યારેક તેની હતી પણ હવે નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat