Gujarat Exclusive > રાજનીતિ > NCPનો કોંગ્રેસ પર પ્રહાર, ‘દરબારી રાજકારણ’ને કારણે શરદ પવાર વડાપ્રધાન ના બની શક્યા

NCPનો કોંગ્રેસ પર પ્રહાર, ‘દરબારી રાજકારણ’ને કારણે શરદ પવાર વડાપ્રધાન ના બની શક્યા

0
215

નવી દિલ્હી: NCPના સીનિયર નેતા પ્રફુલ પટેલે દાવો કર્યો કે પાર્ટી પ્રમુખ શરદ પવાર 1990ના દાયકામાં જ્યારે કોંગ્રેસમાં હતા, તે દરમિયાન પોતાની વિરૂદ્ધ ‘દરબારી રાજકારણ’ને કારણે બે વખત તે વડાપ્રધાન બની શક્યા નહતા. પ્રફુલ પટેલે પવારના 80માં જન્મદિવસના પ્રસંગે કહ્યુ કે આ અધુરુ સ્વપ્ન પુરૂ થઇ શકે છે. પ્રફુલ પટેલે કહ્યુ, “પવારે ઘણા ઓછા સમયમાં કોંગ્રેસમાં પ્રથમ હરોળના નેતાના રૂપમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. તે 1991 અને 1996માં વડાપ્રધાનની ભૂમિકા માટે નિશ્ચિત રીતે સ્વાભાવિક ઉમેદવાર હતા પરંતુ દિલ્હીના દરબારી રાજકારણ (ભાઇ-ભતીજાવાદ) તેમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. નિશ્ચિત રીતે આ તેમની માટે એક વ્યક્તિગત ક્ષતિ હતી અને તેનાથી પણ વધુ પાર્ટી અને દેશ માટે ક્ષતિ હતી.”

પ્રફુલ પટેલે કહ્યુ, દિલ્હીમાં કોંગ્રેસના દરબારનો એક તબક્કો પ્રભાવશાળી નેતાઓને નબળા બનાવવા માટે રાજ્યના એકમોમાં વિદ્રોહોને ભાર આપતો હતો. પ્રફુલ પટેલે મુંબઇમાં કહ્યુ, “પવાર બે વખત વડાપ્રધાન બનતા ચુકી ગયા…બનતા બનતા રહી ગયા…હવે, જો આખુ મહારાષ્ટ્ર તેમની સાથે ઉભુ થાય છે તો અમારૂ અધુરૂ સ્વપ્ન પુરૂ થઇ શકે છે.”

NCPના મહાસચિવે કહ્યુ, “તે અમે ત્યારે જોયુ હતું, જ્યારે અમે કોંગ્રેસ સાથે હતા.” એક સીનિયર કોંગ્રેસ નેતાએ કહ્યુ કે પવાર વર્ષ 1986માં કોંગ્રેસમાં ફરી સામેલ થયા હતા અને દિલ્હીમાં તેમની છબી એવી હતી કે તે એક નિષ્ઠાવાન કોંગ્રેસી નથી, તેમણે કહ્યુ કે પવારે 1978માં પાર્ટી વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો.

આ પણ વાંચો:  શું શરદ પવાર બનશે UPAના આગામી અધ્યક્ષ? NCPએ પણ કરી ચોખવટ

પ્રફુલ પટેલે કહ્યુ, રાજીવ ગાંધીના મૃત્યુ (1991માં હત્યા) બાદ કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓ વચ્ચે મજબૂત ધારણા હતી કે પવારને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે, તેમણે કહ્યુ “પરંતુ દરબારી રાજકારણે એક મજબૂત નેતાના વિચારનો વિરોધ કર્યો અને પીવી નરસિંહ રાવને પાર્ટી પ્રમુખ બનાવવાની યોજના બનાવી. રાવ બીમાર હતા અને તેમણે લોકસભા ચૂંટણી પણ નહતી લડી. તે સેવાનિવૃત થઇને હૈદરાબાદમાં રહેવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ તેમણે તૈયાર કરવામાં આવ્યા અને માત્ર પવારની ઉમેદવારીનો વિરોધ કરવા માટે તેમણે કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9