Gujarat Exclusive > રાજનીતિ > Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ મેદાનમાં

Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ મેદાનમાં

0
100
  • 25 જાન્યુઆરીએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મુંબઈના આઝાદ મેદાનમાં થનારા પ્રદર્શનમાં ભાગ લેશે

Farmers Protest In India: નવા કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Maharashtra CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરશે. આ અંગે રાજ્યના મંત્રી નવાબ મલિકે જાહેરાત કરી છે.

કેટલાક ખેડૂત સંગઠનોએ મુંબઈમાં 23 થી 25 જાન્યુઆરી સુધી વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરવાની યોજના બનાવી છે. NCP પ્રવક્તા નવાબ મલિકના જણાવ્યા મુજબ, શરદ પવાર (Sharad Pawar) 25 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં થનારા પ્રદર્શનમાં ભાગ લેશે.

અગાઉ પણ NCP કૃષિ કાયદાનો (Farm Laws 2020) વિરોધ કરી ચૂકી છે. મુખ્યમંત્રી અને સત્તાધારી મહા વિકાસ આઘાડી શિવસેના (Shiv Sena) , કોંગ્રેસ અને NCP ગઠબંધનના નેતા પણ તેમા સામેલ થશે.

બીજી તરફ કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કૃષિ કાયદા (Farm Laws 2020) અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર નિશાન સાધ્યું છે. રાહુલે દાવો કર્યો છે કે, નવા કાયદાથી (Farm Laws 2020) કૃષિ સેક્ટર પર 3-4 ઉદ્યોગપતિઓનો એકાધિકાર થઈ જશે. જેની કિંમત મધ્યમ વર્ગ અને યુવાઓએ ચૂકવવી પડશે. રાહુલે કહ્યું કે, સરકારના પ્રયત્નો છતાં ખેડૂતો (Farmers Protest) બિલકુલ થાકવાના નથી, કારણ કે તેઓ PM મોદીથી વધુ સમજદાર છે.

આ પણ વાંચો: ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આજે ફરીથી વાતચીત, SCમાં ‘ટ્રેક્ટર રેલી’ પર થશે સુનાવણી

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર અને 41 ખેડૂત સંગઠનો વચ્ચે આજે 10માં તબક્કામાં મહત્વની વાતચીત થવા જઈ રહી છે. અત્યાર સુધીની વાતચીતનું કોઈ ચોક્કસ પરિણામ નથી આવ્યું. બીજી તરફ ખેડૂતો પર કૃષિ કાયદા (Farm Laws 2020) રદ્દ કરવાની માંગ પર મક્કમ છે અને તેમના આંદોલનનો (Farmers Protest) હજુ સુધી અંત નથી આવી રહ્યો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9