Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ! નારાજ શરદ પવારે NCPના મંત્રીઓને બોલાવી બેઠક

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ! નારાજ શરદ પવારે NCPના મંત્રીઓને બોલાવી બેઠક

0
1320

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બન્યાને હજું ત્રણ મહિના પણ નથી થયા અને “મહા વિકાસ અઘાડી” ગઠબંધનમાં મતભેદો સપાટી પર આવવા લાગ્યા છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા NCP સુપ્રિમો શરદ પવાર હવે સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. એવું મનાય છે કે, કેટલાક મહત્વપૂર્ણ મામલે ઉદ્ધવ ઠાકરેની સરકારે શરદ પવારને નજરઅંદાજ કર્યા કર્યા છે. જેનાથી તેઓ ભડક્યાં છે. અહીં સુધી કેસ શરદ પવારે પત્રકારો સમક્ષ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ નારાજગીમાં તેમણે પોતાની પાર્ટીના તમામ 16 મંત્રીઓને તેડુ મોકલ્યું છે. જો કે ઉતાવળમાં બોલાવવામાં આવેલી આ બેઠકને લઈને પાર્ટીએ હજુ સુધી કશું જ કહ્યું નથી, પરંતુ તેને લઈને રાજકારણ ગરમાયું જરુર છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા ભીમા-કોરેગાંવ કેસની તપાસ NIAને સોંપવાના નિર્ણયથી શરદ પવાર નારાજ છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા NPRને મંજૂરી આપવામાં આવવાથી પણ પવારના ભવાં ઉચકાયા છે. કોઈ પણ કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની સત્તા મુખ્યમંત્રી પાસે જ હોય છે. જો કે, ઉદ્ધવ ઠાકરે તરફથી ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ NIAને સોંપવાના નિર્ણયથી પ્રત્યક્ષ રીતે કોઈ વિરોધ સામે નથી આવ્યો. આથી તેઓ ઉદ્ધવ ઠાકરેની સરકારથી નારાજ છે. શરદ પવારે રવિવારે એલ્ગાર પરિષદ મામલે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રની પૂર્વ ફડણવીસ સરકાર કંઈક છુપાવવા માંગતી હતી. આથી તેમણે તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપી દીધી છે. માઓવાદીઓ સાથે સબંધ ધરાવતા હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા માનવાધિકાર કાર્યકર્તાઓના મામલાની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપવાની પહેલા જ માંગ કરી ચૂકેલા શરદ પવારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે તપાસ NIAને સોપ્યા પહોલા રાજ્ય સરકારને વિશ્વાસમાં લેવી જોઈતી હતી.

શરદ પવારે પૂછ્યું કે, શું સરકાર વિરૂદ્ધ બોલવું દેશ વિરોધી ગતિવિધિ છે? પવારે કહ્યું કે, જે સમયે ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ, તે સમયે ફડણવીસ સરકાર સત્તામાં હતી. કેસની તપાસ કેન્દ્રના વિશેષાધિકારમાં આવે છે, પરંતુ તેણે રાજ્યને પણ વિશ્વાસમાં લેવું જોઈએ. ભીમા-કોરેગાંવ અને એલ્ગાર પરિષદ પૂણેમાં હિંસાના એક દિવસ પહેલા થઈ હતી અને આ બન્ને કેસો અલગ છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, એલ્ગાર પરિષદની તપાસ NIAને સોંપવામાં આવવાથી તેમને કોઈ વાંધો નથી. જો કે મોદી સરકારે જ્યારે આ કેસ NIAને સોંપ્યો હતો, ત્યારે ઉદ્ધવ સરકારે તેની આલોચના કરી હતી.

શું છે સમગ્ર મામલો
પૂણેના શનિવારપાડામાં 31 ડિસેમ્બર, 2017ના રોજ એલ્ગાર પરિષદના સેમિનારમાં આપવામાં આવેલા ભડકાઉ ભાષણ સાથે સંકળાયો છે. પોલીસનો દાવો છે કે, આગામી દિવસે જિલ્લાના ભીમા-કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા થઈ હતી. આ સેમિનારના આયોજનને માઓવાદિઓનું સમર્થન હતું. તપાસ દરમિયાન પોલીસે વામપંથી વિચારધારા ધરાવતા અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

આ વર્ષે રાજ્યસભામાં વિપક્ષની તાકાત ઘટશે, કોંગ્રેસને થશે મોટું નુક્સાન