Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: પ્રેમ અને લાગણીથી સાચો રસ્તો ચીંધવાની ગાંધી રીત

#Column: પ્રેમ અને લાગણીથી સાચો રસ્તો ચીંધવાની ગાંધી રીત

0
218

Column

ડૉ. જય નારાયણ વ્યાસ: શંકરલાલ બેન્કર અતિ ધનાઢ્ય કુટુંબના નબીરા. તેમની માનસિકતા અને ઉછેર બંને ગોરાઓની રહેણીકરણીના રંગે રંગાયેલા. કુટુંબ ચુસ્ત વૈષ્ણવ. ઘરમાં ઠાકોરજીની સેવા થાય. શંકરલાલ એકનું એક સંતાન. પ્રેમાળ બાએ એમને પૂરા લાડકોડથી ઉછેર્યા અને સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લેવાની છૂટ પણ આપી. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. શંકરલાલના મનમાં એવું ઠસી ગયું કે શરીર મજબૂત બનાવવું હોય તો માંસાહાર જરૂરી છે. ઘરે આ શક્ય નહોતું એટલે એ બહાર હોટલમાં આ સામીષ ભોજન લેતા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી પણ આ ટેવ ચાલુ થઈ. ગાંધીજીની વિચારસરણી સામેવાળાના વ્યક્તિત્વ અને વિચારોનો પૂરો આદર કરવાની અને પોતાના વિચારો કોઈના પર ન લાદવાની હતી. ગાંધીજીએ શંકરલાલ બેન્કરનો માંસાહાર કઈ રીતે છોડાવ્યો એ પ્રસંગ શ્રી મણીલાલ પટેલ પોતાના પુસ્તક ‘શંકરલાલ બેન્કર’ના પાના નંબર 38-39 પર કંઇક આ રીતે વર્ણવે છે Column

“જેલમાં ગયા ત્યારે શંકરલાલ ભાઈનું વજન 110 રતલ હતું. જેલમાં શુક્રવારે વજન થતું. શંકરલાલ ભાઈએ જિંદગીમાં કોઈ દિવસ સવારના ચારથી રાતના દસ સુધી કામ કરેલું નહીં. વળી, કોઈને મળવા કે વાતચીત પણ કરવા મળતાં નહીં, એટલે આનંદ પ્રમોદ વિના તેમનું વજન ઘટવા લાગ્યું. પણ ચારેક અઠવાડીયા પછી તેમનું વજન વધવા લાગ્યું. જેલમાંથી છુટયા ત્યારે તેમનું વજન 135 રતલ થયું હતું. વિલાયતમાં તેમનું વજન 135 રતલ થયું હતું તેનું કારણ માંસાહાર હતો, મુંબઈ પાછા આવ્યા પછી પણ ઈચ્છા થાય ત્યારે હોટેલમાં જઈને માંસાહાર કરતા હતા પણ ખેડા સત્યાગ્રહથી માંસાહાર છોડ્યો.
1918માં ખેડા સત્યાગ્રહમાં માંસાહાર ન મળતાં તેમને વારંવાર મરડો થઈ જતો એટલે મુંબઈ જવું પડતું. એકવાર નડીયાદમાં તેઓ દેખાયા નહીં એટલે ગાંધીજીએ અનસૂયાબેનને પૂછ્યું ત્યારે અનસૂયાબેને કહ્યું કે, ‘તબિયત બરાબર નથી એટલે મુંબઈ જવું પડ્યું છે.’ એ વાતથી ગાંધીજીને જાણવા મળ્યું કે માંસાહાર નહીં મળવાથી કદાચ તેમની તબિયત બગડતી હશે.Column

આ પણ વાંચો: #Column: કટોકટીની એ દસ સેકન્ડ Column

આથી ગાંધીજીએ શંકરલાલ ભાઈને પત્ર લખ્યો કે, “તમે મને મા કે સાથી પણ ન ગણ્યો. આ બાબત વિશે મને જણાવ્યું હોત તો નડીયાદમાં એ માટે યોગ્ય વ્યવસ્થા થાત અને આ પ્રકારની તકલીકનું કારણ રહેત નહીં.” ઠપકાને બદલે ગાંધીજીના આવા પ્રેમભર્યા પત્રની તેમની ૫૨ ઊંડી અસર થઈ અને માંસાહારનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો.

ગાંધીજીએ જેલમાં કહ્યું કે શરીર માટે ઈંડા કે માંસાહારથી પણ પ્રાણિજ પ્રોટીનની જરૂર હોય છે એટલે તે દૂધમાંથી સારા પ્રમાણમાં મળી શકે. એટલે શંકરલાલભાઇ જેલમાં 3 શેર દૂધ લેતા. પરિણામે 25 રતલ વજન વધ્યું.”Column

પોતાની સોબતમાં આવેલ વ્યક્તિને પ્રેમથી યોગ્ય રસ્તે વાળવાની ગાંધીજીની આ એક અનોખી રીત હતી. શંકરલાલ બેન્કર અને માંસાહાર વિરુદ્ધ એક અક્ષર પણ કહ્યા વગર એમણે પ્રેમથી તેમની વર્ષો જૂની ટેવ ઘડીના છઠ્ઠા ભાગમાં બદલી નાખી. ગાંધી વિચારનો આ પ્રભાવ છે. આજે પણ ગાંધી વિચાર એટલો જ પ્રસ્તુત છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9