Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસ બાદ શંકર સિંહ ‘બાપુ’એ પણ સાથે મળી કોરોનાનો સામનો કરવા CMને લખ્યો પત્ર

કોંગ્રેસ બાદ શંકર સિંહ ‘બાપુ’એ પણ સાથે મળી કોરોનાનો સામનો કરવા CMને લખ્યો પત્ર

0
66

પક્ષ-વિપક્ષનો ભેદ ભૂલી સૌએ સાથે મળી લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઇએઃ શંકર સિંહ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપણીને પત્ર (Shankar singh lettter )લખ્યો. તેમણે કોરોના મહામારીના કારણે દેશ અને ગુજરાતમાં ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થયું છે ત્યારે  કોરોના સામેની લડત સાથે મળીને લડવાની તૈયારી બતાવી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે,

આવી સ્થિતિમાં આપણે સૌએ પક્ષ-વિપક્ષ નો ભેદ ભૂલી સાથે મળીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માટે આપને આ પત્રનાં માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે આપ રાજયપાલની અધ્યક્ષતામાં પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્ય સચિવો, પૂર્વ આરોગ્ય મંત્રીઓ અને ડોકટરી ફિલ્ડ ક્ષેત્રે દેશ-વિદેશના એક્સપર્ટ અને બ્યુરોક્રેટ્સ સાથે સર્વ પક્ષીય બેઠક બોલાવો. જેમાં વિગતવાર પરિસ્થિતી પર ચર્ચા કરીને જનભાગીદારી થકી મુશેકેલીઓનો સામનો કરવા રોડમેપ ઘડવામાં આવે.

બાપુએ વધુમાં જણાવ્યું છે કે, ટેસ્ટીંગ-ટ્રેસીંગ અને ટ્રીટીંગથી કોરોના મહામારીને ડામવાનો પ્રાથમિક ચરણનો અમલ ટેસ્ટિંગ કીટ અને લેબોરેટરીની અછત ના કારણે અશક્ય બન્યો છે. આ કારણે વધુ ને વધુ લોકો નિદાન અને સારવારમાં વિલંબથી ગંભીર અવસ્થા એ પંહોચી રહ્યા છે.

108 એમ્બ્યુલન્સ સિવાય હોસ્પિટલમાં એડમિશન નથી મળતું અને 108 ચોવીસ કલાક પહેલા મળવી અસંભવ છે. એમ્બ્યુલન્સ મળે તો હોસ્પિટલમાં બેડ મળવા રાહ જોવી પડે. બેડ પણ મળી જાય તો ઓક્સિજન કે રેમડીસીવીર મેળવવા રઝળપાટ કરવી પડે. આ બધી મથામણ બાદ પણ જો જીવ બચે તો સદભાગ્ય નહીંતર સ્મશાન-કબ્રસ્તાન સુધી જવા શબવાહિની અને અગ્નિદાહ આપવાની લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવે છે.

અનુભવ નો કોઈ પર્યાય નથી માટે સૌ સાથે મળીને રસ્તો ગોતીશું

શંકરસિંહે (Shankar singh lettter ) લખ્યું છે કે અનુભવનો કોઈ પર્યાય નથી માટે સૌ સાથે મળીને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું. કોરોના મહામારી યુદ્ધ જેવી પરિસ્થિતી છે અને તેમાં તંત્ર ને તન, મન અને ધનથી પૂરતી તમામ મદદ કરવા માટે હું તૈયાર છું. અનેકો લોકોની જેમ હાલમાં જ મેં પણ મારા પરિવારના સભ્યો કોરોનામાં ગુમાવ્યા છે ત્યારે લોકોનું દુઃખ અને સમસ્યા સમજી શકું છું અને એટલે જ આ પત્રની મારફતે કેટલાક સૂચનો પણ આપની સમક્ષ રજૂ કરું છું.

પૂર્વ મુખ્યમંત્રીએ કર્યા કેટલાક સૂચનો

  • 108 સિવાય એડમિટ ના કરવા, AMCમાં ફક્ત અમદાવાદના લોકોને જ ઈલાજ આપવા જેવા નિયમોને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ અને BRTS, સિટી બસો, ST બસો અને Ola, Uber જેવા ખાનગી વાહનોનો પણ ઉપયોગ દર્દી ને હોસ્પિટલ પહોંચાડવા ઉપયોગમાં લેવો જોઈએ.
  •  દરેક હોસ્પિટલમાં એક ડેશબોર્ડ લગાવવો જોઈએ જેમાં બેડ, ઓકસિજન, વેન્ટિલેટર અને જરૂરી ઇન્જેક્શન અને દવાઓનાં સ્ટોકનો રિયલ ટાઈમ ડેટા હોઈ અને તેને સીએમ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવું જોઈએ જેથી લોકોને પણ સાચી જાણકારી મળે.
  • કોર્પોરેટર થી માંડીને સાંસદોની પણ મર્યાદા હોવાથી સરકાર તમામ જનપ્રતિનિધિઓને તેમના વિસ્તારની વિશેષ જવાબદારી સોંપી જે તે વ્યવસ્થા વિભાગ સાથે સંકલનમાં જોડે જેથી તેમના અનુભવનો લાભ પણ મળે અને લોકોને ઉપયોગી પણ બને.
  • ગ્રામ્ય સ્તરે ખાલી રહેલા આરોગ્ય કેન્દ્રો અને ખાનગી નાના-મોટા દવાખાનાઓ અને તેના ડોક્ટરોને પણ જરૂરી વળતર આપીને તેનો ઉપયોગ હોસ્પિટલોનું ભારણ ઓછું કરી શકાય. Shankar singh lettter 
  • ડેથ સર્ટિફિકેટ માટે થતી લાઈનો અટકાવવા સરકાર ડેથ સર્ટિફિકેટને સીધું મૃતકના પરિવારનાં એડ્રેસ પર પહોંચાડવાની વ્યવસ્થા કરે
  •  સોશીયલ મીડીયાને સરકારી વિભાગ સાથે સંકલનમાં જોડીને જાગૃતિ ફેલાવવાનું અને મદદ પહોંચાડવાનું કામ વધુ અસરકારક બનાવી શકાય.
  • મનોચિકિત્સકની મદદથી વિશેષ ટીવી પ્રોગ્રામ મારફતે કોરનાને કારણે સ્વાસ્થ્ય અને ધંધા-રોજગારને પડેલી અસર ને સંબંધિત ચિંતાઓમાં ઘેરાયેલા લોકોને મદદ કરી શકાય અને લોકોને માહિતગાર કરવામાં અને ભય દૂર કરવાની દિશામાં અસરકારક પગલા લઈ શકાય.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat