Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ચલણી નોટો નહીં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો, RBIના ગવર્નરે કોરોના સામે જંગ જીતવાનો બતાવ્યો ફોર્મુલા

ચલણી નોટો નહીં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો, RBIના ગવર્નરે કોરોના સામે જંગ જીતવાનો બતાવ્યો ફોર્મુલા

0
310

કોરોનાવાયરસના વધતા કેસોને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ છે. આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેન્સિંગ છે અને સરકાર સતત નાગરિકોને લોકડાઉનનો પાલન કરવાની અપીલ કરી રહી છે.

શક્તિકાંત દાસની અપીલ

આ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે એક વિડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે આ મહામારીથી બચવા માટે હાલ ડિજિટલ લેવડ-દેવડ કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યુ કે, કોરોનાવાયરસ દેશ માટે મોટું સંકટ છે અને તેનો બચાવ જ એકમાત્ર ઉપાય છે.

વીડિયોમાં શક્તિકાંત દાસે જણાવ્યુ કે, કોરોનાવયરસના કારણે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં લોકો ઘરે રહીને ડિજિટલ ટ્રાન્જેક્શન કરે. તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ એપનો ઉપયોગ કરે.

કરન્સી લેવડ-દેવડથી બચવાની અપીલ

RBI ગવર્નરે જણાવ્યુ કે, ડિજિટલ લેવડ-દેવડ કરે અને સુરક્ષિત રહો. એક બાજુથી તેમણે દેશના લોકોને કરેન્સીમાં લેવડ-દેવડ ઓછી કરવાની અપીલ કરી છે. તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ એપ દ્વારા ટ્રાન્જેક્શનની સલાહ આપી છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાવાયરસને રોકવા માટે દેશમાં બધા પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન વચ્ચે જો લોકો કરન્સીની લેવડ-દેવડ વધારે કરશે તો, એક-બીજાના સંપર્કમાં આવ્યા વગર આ સંભવ નથી અને તેનાથી કોરોનાવયરસ ફેલાવવાનો ભય રહેશે. આવામાં ડિજિટલ લેવડ-દેવડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

કોરોના સંકટથી બહાર આવવા માટે રાહત

ઉલ્લેખનિય છે કે, કોરોનાવયરસ સંકટ સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપવા માટે RBIએ આ અઠવાડિયે મોટી જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.75 ટકાની કટૌતીની જાહેરાત કરી છે. તે સિવાય હોમ લોન અને કાર લોનના ગ્રાહકોને રાહત આપતા 3 મહિનાની EMIમાં રાહત આપી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના પર કાબુ મેળવવા માટે વધુ કડક પગલાની જરૂર, રાહુલ ગાંધીએ PM મોદીને આપી સલાહ