મુંબઇ: બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ને લઇને ચર્ચામાં છે. આ સાથે જ તે સાઉદી અરબમાં પોતાની અન્ય એક ફિલ્મ ‘ડંકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મની શૂટિંગ પૂર્ણ કર્યા બાદ શાહરૂખ ખાન ઉમરાહ માટે મક્કા પહોચ્યો હતો જ્યા તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે મક્કામાં ઉમરાહ એક ઇસ્લામી તીર્થયાત્રા છે જે વર્ષમાં ક્યારેય પણ કરી શકાય છે. તાજેતરમાં શાહરૂખ ખાને ડંકીની શૂટિંગ પૂર્ણ થયા બાદ જાણકારી આપતા એક વીડિયો શેર કર્યો હતો. ફિલ્મ ડંકીનું શૂટિંગ ખતમ કર્યા બાદ તેને પવિત્ર શહેર મક્કાની મુલાકાત લીધી હતી અને ઉમરાહ કર્યા હતા. ઉમરાહ કરવાની ખુશી તેના ચહેરા પર જોવા મળતી હતી.
And here is SRK ?pic.twitter.com/BsrnhQuN0t
— Dis…… (@DisFiLe_) December 1, 2022
શાહરૂખ ખાનની ઉમરાહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શાહરૂખ ખાનની આ ઇચ્છા ભલે પુરી થઇ ગઇ હોય પરંતુ અહી આવવાની તેની ઘણી ઇચ્છા હતી. શાહરૂખ ખાનનું એક જૂનું ટ્વીટ વાયરલ થઇ રહ્યુ છે, જેમાં તેમણે લખ્યુ હતુ ‘મક્કા-મદીના ઇંશાઅલ્લાહ જલ્દી, બધાને ખુશ કરવા માંગે છે. જ્યારે હું બાળક હતો ત્યારે મારી પાસે એક રમકડાનું પિયાનો હતુ, તેને યાદ કરુ છુ, સાઉદી નથી જઇ શક્યો.’
Advertisement