Gujarat Exclusive > યુથ > મનોરંજન > શાહરુખે જ્યારે ગૌરીના પરિવારને કહ્યું હતું- હવે આ બુરખો પહેરશે, ઘરની બહાર નહીં નીકળે

શાહરુખે જ્યારે ગૌરીના પરિવારને કહ્યું હતું- હવે આ બુરખો પહેરશે, ઘરની બહાર નહીં નીકળે

0
62

લવ જિહાદના વિવાદ વચ્ચે શાહરુખ-ગૌરી ખાનનો કિસ્સો યાદ કરવા જેવો

મુંબઇઃ દેશભરમાં ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં લવ જિહાદનો મુદ્દો ચર્ચાની એરણે છે ત્યારે બોલીવૂડમાં આંતરધર્મી લગ્નની મિસાલ બનેલા શાહરુખ અને ગૌરી (Shahrukh Gauri Khan)નો કિસ્સો યાદ કરવા જેવો છે.

કિંગખાન શાહરુખ અને તેની પત્ની ગૌરી ખાનની જોડીને બોલીવૂડના આદર્શ કપલ્સ માનવામાં આવે છે. પરંતુ લગ્ન બાદ શાહરુખે જ્યારે ગૌરીના પરિવારને કહ્યું કે હવે આ બુરખો પહેરશે, ઘરની બહાર નહીં નીકળે અને આનું નામ આજથી આયશા હશે.

આ પણ વાંચોઃ સૈફ અલી, ઝફરની વેબ સીરિઝ તાંડવ સામે હવે માહિતી પ્રસારણ મંત્રાલય સક્રીય

સાંભળી ગૌરીના પરિવારને આંચકો લાગ્યો હતો….!

આ સાંભળી ગૌરીના પરિવારજનો અવાક થઇ ગયા હતા. પરંતુ શું ખરેખર એવું થયું હતું તેનો શાહરુખે (Shahrukh Gauri Khan) જ ખુલાસો કર્યો.

શાહરુખ અને ગૌરીના લગ્ન તેની પ્રથ ફિલ્મ દિવાનાની રિલીઝના એક વર્ષ પહેલાં એટલે કે 191માં થયા હતા. પરંતુ બંને લગ્ન પછી રિસેપ્શનના એક કિસ્સા યાદ કરી બંને આજે પણ હસે છે.

શાહુરુખે કિસ્સો ફરીદા જલાલના શોમાં શેર કર્યો હતો

આ કિસ્સાનો ઉલ્લેખ શાહરુખે ફરીદા જલાલના ચેટ શોમાં કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે કેવી રીતે તેણે ગૌરી (Shahrukh Gauri Khan)ના પરિવારજનો સાથે પ્રેન્ક (મજાક) કરી હતી.

શાહરુખે કહ્યું કે ગૌરીના પરિવારવાળા જૂનવાણી વિચારધારાના છે. તેથી લગ્ન બાદ રિસેપ્શન પત્યા પછી. જ્યારે બંને પરિવારના લોકો એકઠા થયા ત્યારે ગૌરીના ધર્મ પરિવર્તનની વાત નીકળી હતી.

શાહરુખે જણાવ્યું કે આ વાત મેં સાંભળી લીધી અને મજાક કરવાનું વિચારે બધાને કહ્યું- Shahrukh Gauri Khan news

“ચલો ગૌરી બુરકા પહેનો ઔર નમાજ પઢતે હૈં ચલો…”

“આ સાંભળી ગૌરીના પરિવારજનો હેરાન થઇ ગયા. ત્યારે મેં ફરી કહ્યું કે દેખિયે યે તો બુર્કે મેં રહેગી આજ કે બાદ, આજ સે યે ઘર કે બહાર નહીં નિકલેગી, ઇસકા નામ હમ આયશા કરદેંગે.”

આ પણ વાંચોઃ ગુજરાતી કોમેડિયન મનવ્વર ફારુકી સામે યુપીમાં પણ ગાળિયો કસાયો, છુટવું મુશ્કેલ

જોકે પછી શાહરુખે ગૌરી (Shahrukh Gauri Khan)ના ઘરવાળાને પોતાની આ મજાક અંગે કહી દીધું અને તેમને શાંતિ થઇ.

શાહરુખ કહે છે કે પ્રેમે ધર્મ બદલવો જોઇએ

શાહરુખ કહે છે કે પ્રેમે ધર્મ બદલવો જોઇએ. તે સમયે મને બહુ મજા આવી હતી. પરંતુ તેમાંથી એક શીખામણ પણ છે કે માણસે ધર્મનું સન્માન કરવું જોઇએ. પરંતુ પ્રેમ આડે આવવું જોઇએ નહીં. હવે તો એવો સમય આવી ગયો છે કે ગૌરીનો પરિવાર તેના કરતા મને વધુ ચાહે છે.

હું ધર્મ બદલવામાં વિશ્વાસ રાખતી નથીઃ ગૌરી ખાન

જ્યારે થોડા વર્ષો પહેલાં 2005માં કોફી વિથ કરનના શોમાં ગૌરી ખાને (Shahrukh Gauri Khan) ધર્મ અંગે મન મૂકીે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું શાહરુખના ધર્મનું સન્માન કરું છું. પરંતુ તેનો મતલબ એ નથી કે હું મારો ધર્મ બદલી નાંખું અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઉં. હું તેમાં વિશ્વાસ રાખતી નથી.

મને લાગે છે કે દરેક વ્યક્તિની પોતાની અલગ ઓળખ હોય છે. તેણે તેના ધર્મનું પાલન કરવું જોઇએ. પરંતુ કોઇના ધર્મનું અનાદર થવું જોઇએ નહીં. શાહરુખ મારા ધર્મનું અનાદર ક્યારેય કરતો નથી.

આ પણ વાંચોઃ પિતાનું નિધન, પ્રેક્ષકોની ગાળ સહન કરી…., આજે આખો દેશ સિરાજના સાહસને બિરદાવી રહ્યો છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરુખની બે વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ઝીરો ખરાબ રીતે ફ્લોપ ગઇ હતી. હવે તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાનથી કમબેક કરી રહ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9