Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શાહનવાઝ શેખને જમાલપુરની જગ્યાએ ખાડિયાથી મળી ટિકિટ

શાહનવાઝ શેખને જમાલપુરની જગ્યાએ ખાડિયાથી મળી ટિકિટ

0
223

અમદાવાદ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખની ટિકિટ કાપવામાં આવતા NSUIના 500થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા. જોકે, હવે કોંગ્રેસે શાહનવાઝ શેખને જમાલપુરની જગ્યાએ ખાડિયાથી ટિકિટ આપી છે. કોંગ્રેસે શાહનવાઝ શેખની જમાલપુરથી કાપીને ખાડીયાની ટિકિટ આપી છે.   Shahnawaz Sheikh 

કોંગ્રેસે આંતરિક વિખવાદના ડરથી કેટલાક ઉમેદવારોનવે ફોન પર જ મેન્ડેટ આપ્યા છે. અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં ગઈ ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટર શાહનવાઝ શેખનું પત્તુ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો હતો. શાહનવાઝ શેખની (Shahnawaz Sheikh) ટિકિટ કપાતા NSUIના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના રાજીનામાં ધરી દીધા હતા. Shahnawaz Sheikh 

આ પણ વાંચો:  અમદાવાદમાં કોંગ્રેસે બારોબાર ઉમેદવારોને મેન્ડેટ આપતા અસંતોષ, NSUIના અનેક કાર્યકર્તાઓના રાજીનામાં

NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શાહપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી પાર્ટીના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર આક્ષેપ કરીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. NSUIનો આરોપ હતો કે, ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે આખી કોંગ્રેસને પોતાની બાનમાં લીધી છે. NSUI દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પર ટિકિટ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, NSUIના કાર્યકરો દ્વારા “ટિકિટ કે દલાલો કો, જૂતે મારો સાલો કો”ના સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat