Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મધ્ય ઝોનનો Shahibaug વિસ્તાર ઘણાં દિવસ બાદ માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયો

મધ્ય ઝોનનો Shahibaug વિસ્તાર ઘણાં દિવસ બાદ માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયો

0
76
  • મેમનગર, થલતેજ અને નારણપુરા પણમાઇક્રો કન્ટેન્મેન્ટમાં 
  • આજે વધુ 10 વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં ઉમેરાયા

અમદાવાદઃ ગુજરાતમાં આજે 1147 કોરોનાના કેસો નોંધાતાં ઘટાડો નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કસોમાં ઘટાડો નોંધાયો છે. 167 કેસો નોંધાયા છે. ઘણા દિવસો બાદ મધ્ય ઝોનમાં શાહીબાગ (Shahibaug)નો વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટમાં ઉમેરાયો છે.

અમદાવાદ શહેરમાં આજે દૂર કરાયેલા વિસ્તારો કરતાં ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યામાં પણ માત્ર એકનો ઘટાડો થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોના કેસોનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લાં કેટલાંક દિવસોથી માઇક્રો કન્ટેન્મેન્ટની યાદીમાં ગાયબ થઇ ગયેલો મધ્ય ઝોન આજે ફરી એકવાર ચમક્યો છે.

આ પણ વાંચોઃ ‘કોરોના સંક્રમણને ફેલાતું રોકવાની દિશામાં ગુજરાત સરકારની સરાહનીય કામગીરી’

મધ્ય ઝોન વિસ્તારના શાહીબાગ (Shahibaug)ના વૈભવ એપાર્ટમેન્ટના 72 મકાનોના 212 રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં છે. આજે 10 નવા વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં છે. આજે દૂર કરાયેલાં 11 વિસ્તારો સામે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા છે. જેમાં થલતેજ, મેમનગર, અને નારણપુરા વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 109 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.

માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા 108 થઇ Shahibaug

 11 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 10 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 109 વિસ્તારોમાંથી 11 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 98 પર પહોંચ્યો હતો.

નવા 10 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 108 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં સૈથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના ત્રણ ત્રણ વિસ્તારો તથા પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનના એક એક વિસ્તાર (Shahibaug) માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે.

ખોખરા, મણિનગર, મેમનગર, થલતેજ, સરદારનગર તથા જોધપુર તેમ જ શાહીબાગ (Shahibaug)વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે 19મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ નવરાત્રીના ત્રીજા દિવસે ગુજરાત માટે રાહત, 3 મહિના બાદ કોરોનાના કેસમાં ઘટાડો

આ સરવેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.