મુંબઇ: મુંબઇ: શાહરૂખ ખાનની સુરક્ષામાં ચુક થઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઇના બાંદ્રા સ્થિત શાહરૂખ ખાનના ઘર મન્નતમાં 2 અજાણ્યા શખ્સ દાખલ થયા હતા.
Advertisement
Advertisement
ગુરૂવાર મોડી રાત્રે સાડા નવ વાગ્યે 2 શખ્સ સુરક્ષા ગાર્ડ્સને ચકમો આપીને દીવાલ કુદીને ઘરની અંદર ઘુસી ગયા હતા અને ઘરના ત્રીજા માળ સુધી પહોચી ગયા હતા. જ્યારે સુરક્ષા કર્મીઓની નજર 2 અજાણ્યા શખ્સ પર પડી તો ગાર્ડ્સે તેમણે પકડીને મુંબઇ પોલીસને સોપી દીધા હતા.
તપાસમાં લાગી પોલીસ
રિપોર્ટ્સ અનુસાર, પકડાયેલા બન્ને યુવકની ઉંમર 21થી 25 વર્ષ વચ્ચે છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યુ કે બંગલામાં પરવાનગી વગર પ્રવેશ કરવા સહિત ભારતીય દંડ સંહિતાની અન્ય કલમ હેઠળ તપાસ ચાલુ છે. સમાચાર છે કે બન્ને વ્યક્તિ ગુજરાતના રહેવાસી છે અને શાહરૂખ ખાનના ફેન્સ છે. તે શાહરૂખ ખાનને મળવા માટે ગુજરાતથી મુંબઇ પહોચ્યા હતા.
Advertisement