મુંબઇ: બૉલિવૂડના ‘કિંગ ઓફ રોમાન્સ’ ગણાતા અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) અપકમિંગ ફિલ્મ પઠાણ (Pathaan)માં જોવા મળશે. પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરી 2023માં થિયેટરમાં રિલીઝ થશે. પઠાણ ફિલ્મના ગાયન દર્શકોને પસંદ પડી રહ્યા છે બીજી તરફ કેટલાક ગાયનને લઇને વિવાદ પણ થઇ રહ્યો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના ગાયન ‘બેશરમ રંગ’ પર વિવાદ થયો છે. આ વચ્ચે હવે ફિલ્મ સેન્સર બોર્ડ પાસે પહોચી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification) મેકર્સને કેટલાક બદલાવ કરવા કહ્યુ છે.
Advertisement
Advertisement
સેન્સર બોર્ડે બદલાવ કરાવ્યા
તાજેતરમાં જ શાહરૂખ-દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ સેન્સર બોર્ડમાં પહોચી છે. એક રિપોર્ટ અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મ જોયા બાદ કેટલાક બદલાવ કહ્યા છે, જેમાં પઠાણનો વિવાદિત ગાયન બેશરમ રંગ પણ સામેલ છે. બોર્ડનું કહેવુ છે કે બદલાવ બાદ ફિલ્મની રિલીઝ કર્યા પહેલા ફરી સર્ટિફિકેશન માટે આવવુ પડશે. હવે બોર્ડે ફિલ્મ અને ગાયનમાં શું બદલાવ કરવા કહ્યુ છે, તેના વિશે પુરતુ કઇ કહી શકાતુ નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ બદલાવ ‘ભગવા બિકિની’ વિવાદને લઇને થઇ શકે છે.
પઠાણને લઇને વિવાદ
મહત્વપૂર્ણ છે કે શાહરૂખ ખાન પઠાણ ફિલ્મને લઇને ચર્ચામાં છે. કેટલાક સમય પહેલા રિલીઝ થયેલા પઠાણના પ્રથમ ગાયન બેશરમ રંગમાં દીપિકા પાદુકોણનો ‘ભગવા બિકિની’ અને શાહરૂખ ખાનને ગ્રીન શર્ટ પહેરવા પર વિવાદ ચાલુ છે. બીજી તરફ ફિલ્મના બીજા ગાયન ઝૂમે જો પઠાણને ટ્રોલર્સ સુખવિંદર સિંહના ગાયનની કૉપી ગણાવી રહ્યા છે. પઠાણને લઇને શાહરૂખ ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આ ફિલ્મ અને કિંગ ખાનના ફેન્સ સપોર્ટ પણ કરી રહ્યા છે.
25 જાન્યુઆરીએ રિલીઝ થશે ‘પઠાણ’
મહત્વપૂર્ણ છે કે પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. પઠાણ પેન ઇન્ડિયા ફિલ્મ છે, જે હિન્દીની સાથે સાથે અન્ય સાઉથની ભાષામાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની સાથે જૉન અબ્રાહણ પણ જોવા મળશે. ફિલ્મમાં જૉન અબ્રાહમ વિલન બન્યો છે. ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળશે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ બનાવી શકે છે.
શાહરૂખ ખાનના અપકમિંગ પ્રોજેક્ટ
શાહરૂખ ખાન ફિલ્મ પઠાણથી કમબેક કરી રહ્યો છે. પઠાણ 25 જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. ફિલ્મમાં જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય રોલમાં જોવા મળે. આ સિવાય શાહરૂખ ખાને રાજકુમાર હિરાનીની સાથે ફિલ્મ ડંકીની પણ જાહેરાત કરી છે. ફિલ્મમાં શાહરૂખની સાથે તાપસી પન્નૂ છે. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023માં રિલીઝ થશે. આ બન્ને ફિલ્મ સિવાય શાહરૂખ ખાન એટલી સાથે ફિલ્મ જવાનમાં જોવા મળશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયુ હતુ, જેને દર્શકોએ પસંદ કર્યુ હતુ. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 2 જૂન 2023માં હિન્દીની સાથે તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.
Advertisement