દૂબઇ: શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ જ નહી પણ એક ગ્લોબલ આઇકૉન બની ગયો છે. વિશ્વભરમાં શાહરૂખની દીવાનગી જોવા મળે છે. દુબઇ સ્થિત વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર કેટલીક વખત શાહરૂખની તસવીર બતાવવામાં આવી ચુકી છે. હવે દૂબઇમાં પણ શાહરૂખ ખાનને વધુ એક સમ્માન મળ્યુ છે. આ સમ્માન તેને શારજાહમાં એક જાણીતા પુસ્તક મેળા દરમિયાન આપવામાં આવ્યુ હતુ. બીજી તરફ મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે શાહરૂખ ખાનની એક કલાક સુધી પૂછપરછ કરી હતી.
Advertisement
Advertisement
સિનેમા અને સંસ્કૃતિમાં યોગદાન માટે કરવામાં આવ્યુ સમ્માન
શાહરૂખ ખાન દૂબઇમાં શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર 2022માં સામેલ થયા હતા. આ પુસ્તક મેળાની 41મી સીઝન છે. અહી શાહરૂખ ખાનને ગ્લોબલ આઇકોન ઓફ સિનેમા એ્ડ કલ્ચરલ નેરેટિવના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમ્માન શાહરૂખ ખાનને સિનેમા અને સંસ્કૃતિના પ્રતિનિધિત્વમાં તેના યોગદાન માટે આપવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનના ફેન્સ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એવોર્ડ લીધા બાજ શાહરૂખ ખાને સંબોધિત પણ કર્યા હતા.
King Khan is honoured with the award of “International icon for cinema and cultural narrative” at the Sharjah International Book Fair! ♥️ #ShahRukhKhan – The Pride of India pic.twitter.com/x6nFH3cPpP
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 11, 2022
મારી ફિલ્મથી વધુ કઇ શીખવા નથી મળતુ- શાહરૂખ
સોશિયલ મીડિયા પેજ પર શાહરૂખ ખાનના ફેન્સ અલગ અલગ વીડિયો શેર કરી રહ્યા છે. શાહરૂખ ખાને કહ્યુ, અમે ગમે તે રંગના હોઇએ, પછી કોઇ પણ ધર્મનું પાલન કરતા હોઇએ, અમે ક્યાય પણ રહેતા હોઇએ, અમને શાંતિ અને પ્રેમની સંસ્કૃતિમાં જ રહેવા માંગીએ છીએ. શાહરૂખ ખાન ગંભીર ફિલ્મ બનાવવાના પક્ષમાં નથી, તેને કહ્યુ કે તેમની ફિલ્મ વધુ કઇ શીખવાડતી નથી. તે એવી ફિલ્મ બનાવે છે જેનાથી દરેક કોઇનું મનોરંજન થાય.
શાહરૂખ ખાનની આવનારી ફિલ્મની વાત કરીએ તો જાન્યુઆરીમાં પઠાણ રીલિઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. જૂનમાં તેની ફિલ્મ જવાન રીલિઝ થશે. આ ફિલ્મમાં તમિલ અભિનેત્રી નયનતારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે બાદ ડિસેમ્બરમાં ડંકી ફિલ્મ રીલિઝ થશે.
Advertisement