Gujarat Exclusive > દેશ-વિદેશ > રેમડેસિવિરની ભારે અછત: સરકારે ઉત્પાદન વધારવા આપ્યો આદેશ

રેમડેસિવિરની ભારે અછત: સરકારે ઉત્પાદન વધારવા આપ્યો આદેશ

0
38

રેમડેસિવિરની અછતના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. તેવામાં એક વખત ફરીથી દેશમાં મોતના આંકડામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના સંક્રમણના કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો થઈ ચૂક્યો છે, ત્યારે એક દિવસ પહેલા સરકારે દવાની દુકાનમાં તેના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

હવે સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દાવો કર્યો છે કે, રેમડિસિવિલનુ ઉત્પાદન અને સપ્લાયને વધારવામાં આવશે તેમજ તેની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવશે. દવા કંપનીઓને દર મહિને રેમડિસિવિરના 80 લાખ વાયલ બનાવવા માટે આદેશ અપાયો છે. આ સપ્તાહથી તેની કિંમતમાં પણ દવા કંપનીઓને ઘટાડો કરવા કહેવાયુ છે.

તેમણે કહ્યુ હતુ કે, દેશમાં કોરોનાની નવી લહેર આવી તે પહેલા કેસ ઓછા થઈ ગયા હતા. જેના પગલે દવા કંપનીઓએ રેમડેસિવિરનુ પ્રોડક્શન ઓછુ કરી દીધુ હતુ. જોકે અચાનક જ કોરોનાના કેસ વધવા માંડ્યા હોવાથી સપ્લાય કરતા માંગમાં ભારે વધારો જોવા મળ્યો હતો. જેના કારણે તેની અછત સર્જાવા લાગી હતી.

જોકે આ મામલે વિવિધ કંપનીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને પ્રોડક્શન વધારવા માટે કહેવામાં આવ્યુ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં રેમડિસિવિરની ભારે અછત જોવા મળી રહી છે.

આ પહેલા સરકારે એમ પણ કહ્યુ હતુ કે, રેમડિસિવિરનો ઉપયોગ એવા દર્દીઓ પર જ કરવામાં આવે જેઓ હોસ્પિટલમાં છે અને તેમને બહારથી ઓક્સિજન આપવાની ફરજ પડી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat