Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પાંચ વર્ષમાં Ford સહિત સાત Auto કંપનીઓએ ઈન્ડિયાને કહ્યું અલવિદા, પરંતુ કેમ?

પાંચ વર્ષમાં Ford સહિત સાત Auto કંપનીઓએ ઈન્ડિયાને કહ્યું અલવિદા, પરંતુ કેમ?

0
43

અમેરિકન કંપની ફોર્ડ (Ford India)એ પણ અંતે ભારતથી પોતાના બિસ્તરા-પોટલા ભરી લીધા છે. તેની સાથે જ પાછલા પાંચ વર્ષમાં ભારતથી ફોર્ડ, હાર્લે ડેવિડસન, ફિએટ, માન (MAN), પોલારિસ, જનરલ મોટર્સ (GM),યૂનાઈટેડ મોટર્સ (UM) મોટર સાઇકલલ્સ જેવી મુખ્ય સાત ઓટો કંપનીઓ બહાર થઈ ગઈ છે. આવો જાણીએ તેના પાછળ મુખ્ય કારણો શું છે.

ભારતમાં વ્યાપાર બંદ કરનારી કંપનીઓમાં ત્રણ અમેરિકન છે. આમ તો કંપનીઓનો વ્યાપાર બંધ થવા પાછળ પોત-પોતાના અલગ-અલગ કારણ છે પરંતુ ભારતીય માર્કેટને સમજવાની રણનીતિમાં ચૂક, ખરાબ અને મોંઘી આફ્ટર સેલ્સ સર્વિસ, દરેક જગ્યાએ સ્પેયર પાર્ટ્સ ઉપલબ્ધ ના થવા વગેરે મહત્વપૂર્ણ કારણો છે.

જો ફોર્ડ ઈન્ડિયાનું ઉદાહરણ લઈએ તો આ કંપની શરૂઆતથી જ મુશ્કેલીમાં રહી અને ભારતમાં ક્યારેય પણ નફો કરી શકી નહીં. ભારતમાં વોલ્યૂમ સેગમેન્ટ હંમેશા તેજીમાં હોય છે એટલે નાની કારોનું વેચાણ વધારે થાય છે, જેના દમ પર મારૂતુ સુઝુકી (Maruti Suzuki) અને હ્યુન્ડાઇ (Hyundai) રાજ કરી રહી છે. ફોર્ડ આવું એકપણ ઉત્પાદન લાવી શકી નહીં જેથી વોલ્યૂમ પર કબ્જો કરી શકે. તે ઉપરાંત તેની આફ્ટર સેલ્સ સર્વિસની પણ અનેક ફરિયાદો થતી રહી હતી.

ઓટો એક્સપર્ટ ટુટૂ ધવન અનુસાર, નવા ઉત્પાદન લાવવામાં નિષ્ફળતા, ખરાબ અને મોંઘી આફ્ટર સેલ્સ સર્વિસ, સ્પેયર્સ પાર્ટ્સ દરેક જગ્યાએ ઉપલબ્ધ ના હોવા વગેરે કારણોસર ભારતીય કસ્ટમર્સે ફોર્ડને પસંદ કરી નહતી. કંપની અહીં 15 વર્ષ જૂના મોડલ પર ડિપેન્ડ રહી, જ્યારે બાકી કંપનીઓ દર 2-3 વર્ષ પર એક નવું મોડલ લઈને આવે છે. આવી બધી કંપનીઓ ભારતમાં ટકી શકશે નહીં જે આ અછતોને દૂર કરી શકતી નથી.

આવી જ પરિસ્થિતિ અમેરિકન કંપની જનરલ મોટર્સની રહી. જનરલ મોટર્સની Chevrolet બ્રાન્ડ ક્યારેય પણ માર્કેટમાં પોતાની ભાગીદારી બનાવી શકી નહી. અમેરિકન કંપનીઓ સસ્તા અને વેલ્યૂ આધારિત ઉત્પાદન લોન્ચ કરવામાં નિષ્ફળ રહી. એક કારણ એ પણ છે કે અમેરિકન કંપનીઓના કુલ વ્યાપાર અને નફામાં ભારતીય બિઝનેસનું યોગદાન બહુ નથી, તેથી તેઓ નુકશાન આવતા તેઓ બોરિયા-બિસ્તરા સમેટી લેવામાં જ પોતાની ભલાઈ માને છે.

ઈટાલીની કાર કંપની Fiatની વર્ષોથી ભારતમાં પ્રતિષ્ઠા હતી. તે એક વખત પહેલા પોતાનો સિક્કો જમાવી ચૂકી હતી. તેના દમ ઉપર ફરીથી ભારતમાં Punto, Linea જેવા ઉત્પાદન ઉતાર્યા હતા. પરંતુ બીજી વખત કંપનીને વધારે સફળતા મળી નહીં અને તેને 2020માં પોતાનું ઉત્પાદન બધી જ રીતે બંધ કરી દીધું.

અમેરિકન યૂનાઈટેડ મોટર્સે (United Motors) લોહિયા મોટર્સ સાથે ભાગીદારીમાં ભારતમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેની બાઈક્સ ભારતીયોને પસંદ આવી નહી અને તેની ખરાબ ક્વોલિટીની ફરિયાદો આવી, જેના કારણે કંપની ભારતમાં જમી શકી નહીં.

અમેરિકન લક્ઝરી મોટરસાઇકલ બ્રાન્ડ હાર્લી ડેવિડસનની વિદાય તેના ભારતીય ચાહકો માટે આઘાતજનક હતી. સપ્ટેમ્બર 2020થી કંપનીએ પોતાનું ભારતીય કારોબાર બંધ કરી દીધું. આ ખુબ જ પ્રીમિયમ સેગમેન્ટ છે અને તેની પ્રોડક્ટ્સ આયાત પછી ખૂબ મોંઘી પડતતી હતી જેના કારણે તે સફળ થઈ શકી ન હતી.

Volkswagenની ટ્રક્ અને બસ નિર્માતા કંપની માન (MAN)ને પણ વર્ષ 2018માં ભારતમાંથી પોતાનો વ્યાપાર સમેટવું પડ્યું. આ કંપની ભારતીય માર્કેટની જરૂરતને સમજી શકી નહીં અને તેથી તેની પ્રોડક્ટ ઉત્પાદન ચાલી શક્યા નહીં. તેને ભારતમાં ટાટા અને અશોક લીલેન્ડના ઉત્પાદનો સામે ખુબ જ સ્પર્ધા કરવી પડી હતી.

ભારતીય માર્કેટમાં નાના અને સસ્તી કિંમતની સારી ક્વોલિટીવાળી કારો, બાઈકોનો દબદબો છે. આ કારણે જ મારૂતિ, હિરો અને હ્યુન્ડાઇ ખુબ જ સફળ રહી છે. જે પણ કંપનીએ સસ્તી કિંમતવાળા સેગમેન્ટ લાવવામાં વિલંબ કર્યું તે મુશ્કેલીમાં ફસાઇ ગઈ છે. જાપાની કંપની હોંડા કાર્સની મુશ્કેલી પણ આવી જ રહી છે. જોકે, હજું હોન્ડા ભારતમાંથી બહાર ગઈ નથી પરંતુ તેને ગ્રેટર નોએડાનો પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો છે અને કંપની મુશ્કેલીમાં ચાલી રહી છે.

હોંડા, નિશાન, ફોક્સવેગન, સ્કોડા જેવી અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં રોકાણને લઈને ચિંતિત છે. કોરોના મહામારીના કારણે ઓટો સેક્ટર અને અર્થતંત્રના ભવિષ્ય અંગે હજુ પણ લાંબા ગાળાની અનિશ્ચિતતા છે. આ કારણોસર ફોર્ડ માટે કોઈ આશા બાકી નહોતી.

જો બધું બરાબર ચાલ્યું હોત તો વર્ષ 2020માં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ હોત પરંતુ કોરોના સંકટએ બધું ગડબડ કરી નાખ્યું. ફોર્ડે કાર મોંઘી બનાવી હતી પરંતુ વેચાણ પછીની સેવા ખૂબ જ નબળી હોવાના કારણે તે ભારતીય ગ્રાહકોને પસંદ આવી નહીં. બીજી તરફ કિયા મોટર્સ, એમજી મોટર્સ જેવી નવી કંપનીઓએ ભારતીય બજારને સમજ્યું અને સસ્તું એસયુવી જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી, જેના કારણે તેમને સારી સફળતા મળી રહી હોવાનું જણાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat