નવી દિલ્હીઃ સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપની સેવા આજે બપોરે 1.45 કલાકે અચાનક બંધ થઈ ગઈ હતી. ત્યારથી ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક સર્વર ડાઉન થવાને કારણે યુઝર્સ ન તો મેસેજ મોકલી છે અને ન તો રિસીવ કરી શકે છે, જેના કારણે લોકો પરેશાન છે. વોટ્સએપના સર્વરમાં સમસ્યાના કારણે આ મુશ્કેલી ઉભી થઇ છે. જો કે આ મામલે વોટ્સએપ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Advertisement
Advertisement
વોટ્સએપની મધર-કંપની મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમને ખબર છે કે કેટલાક લોકોને વોટ્સએપ દ્વારા મેસેજિંગ કરવામાં મુશ્કેલી આવી રહી છે અને અમે આ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે શક્ય તેટલી ઝડપી સમસ્યાનો ઉકેલ કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.” અમે કોશિશ કરી રહ્યાં છીએ કે જેને જેમ બને તેમ ઝડપી ઠિક કરવામાં આવે. “
Advertisement