Gujarat Exclusive > દેશ-વિદેશ > વેક્સીનથી બીમાર થવાનો દાવો કરનારા પર 100 કરોડનો કેસ કરશે સીરમ ઇંસ્ટીટ્યૂટ

વેક્સીનથી બીમાર થવાનો દાવો કરનારા પર 100 કરોડનો કેસ કરશે સીરમ ઇંસ્ટીટ્યૂટ

0
181

પૂણે: સીરમ ઇંસ્ટીટ્યૂટ (SII)ની કોવિડશીલ્ડ (Coviedshield) વેક્સીનના ટ્રાયલમાં ભાગ લેનારા તમિલનાડુના એક વ્યક્તિએ કેટલાક દિવસ પહેલા દાવો કર્યો હતો કે વેક્સીનથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે, જેના બદલામાં પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. હવે આ કેસમાં સીરમ ઇંસ્ટીટ્યૂટે પોતાનો જવાબ આપ્યો છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાનું કહેવુ છે કે તે આરોપ લગાવનારા વ્યક્તિ વિરૂદ્ધ ખોટા દાવાને કારણે 100 કરોડની માનહાનીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.

સીરમ ઇંસ્ટીટ્યૂટે કહ્યુ કે તે વોલન્ટિયરના મેડિકલ કંડીશનને લઇને સહાનુભૂતિ રાખે છે પરંતુ વેક્સીન ટ્રાયલ અને વોલન્ટિયરની મેડિકલ સ્થિતિ વિશે કોઇ સીધો સબંધ નથી. ઇંસ્ટીટ્યૂટનું કહેવુ છે કે આ ઘટનાને દુર્ભાવનાપૂર્ણ રીતે સાર્વજનિક કરવામાં આવી, જેનાથી કંપનીની રેપ્યુટેશનને નુકસાન થયુ છે અને કંપની 100 કરોડના માનહાનીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે વ્યક્તિએ ટ્રાયલને કારણે ‘virtual neurological breakdown’ સહિત કેટલીક સાઇડ ઇફેક્ટ ગણાવી છે. સબંધિત વ્યક્તિએ ચેન્નાઇમાં શ્રી રામચંદ્ર ઇંસ્ટીટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં થયેલી ટ્રાયલમાં ભાગ લીધો હતો. શ્રી રામચંદ્રા ઇંસ્ટીટ્યૂટના એસ આર રામાકૃષ્ણાનું કહેવુ છે કે આ ઘટનામાં તપાસ કરવામાં આવી છે અને સબંધિત વ્યક્તિના સ્વાસ્થ્ય પર જે ખરાબ પ્રભાવ જોવા મળી રહ્યો છે, તે વેક્સીનને કારણે નથી. સબંધિત રિપોર્ટને સેફ્ટી મોનિટરિંગ બોર્ડ, SII અને ડ્રગ રેગ્યુલેટરને નક્કી સમયમાં જમા કરી દેવામાં આવ્યો હતો. આ નોટિસ એવા સમયમાં આવી છે, જ્યારે બ્રિટનમાં એક વ્યક્તિમાં પ્રતિકૂળ પ્રભાવ જોવા મળતા સીરમ ઇંસ્ટીટ્યૂટે પોતાની ટ્રાયલ રોકી દીધી હતી.

આ પણ વાંચો: ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનની ગંભીર આડ અસરનો પ્રથમ કેસ, 5 કરોડનું વળતર માંગ્યું

નોટિસમાં વ્યક્તિ તરફથી શું કહેવામાં આવ્યુ છે?

નોટિસ અનુસાર સબંધિત વ્યક્તિને એક ઓક્ટોબર, 2020માં વેક્સીન આપવામાં આવી હતી. 11 ઓક્ટોબરથી તેને માથાનો દુખાવો શરૂ થઇ ગયો અને તે સવાલોનો જવાબ આપવામાં સક્ષમ નહતો. આરોપ લગાવવામાં આવ્યો કે સબંધિત વ્યક્તિ એક્યૂટ ન્યૂરો એનસેફેલોપૈથીથી ગ્રસિત થઇ ગયો છે. 26 ઓક્ટોબરે સબંધિત વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હજુ પણ વ્યક્તિની માનસિક સ્થિતિ સ્થિર નથી, અવાર નવાર તેના અચાનક મૂડ બદલાવની સમસ્યાનો સામનો કરવો પડે છે અને રોજના નાના કામ કરવા પણ તેની માટે મુશ્કેલ બની રહ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9