વરસાદી પાણી વહી જાય નહીં અને તે પાણીથી ભૂગર્ભ જળ રિચાર્જ થાય તેવા અનોખા કોન્સેપ્ટ સાથે સેપ્ટ યુનિવર્સિટીએ કેમ્પસમાં આધુનિક ડિઝાઈન સાથે કુંડ એરિયા બનાવ્યો છે.
આ વિશે વાત કરતા ભાર્ગવ તેવારે કહ્યું કે, કેમ્પસમાં વરસાદી પાણી ભરાઈ જતું હોય છે ત્યારે આ પાણી વહી જાય નહીં અને પુનઃરિચાર્જથી પાણીનો વપરાશ થઈ શકે તે માટે કેમ્પસના નીચાણવાળા ભાગમાં કુંડ એરિયા બનાવ્યો છે.
આધુનિક ડિઝાઈન સાથે અમે કુંડ તૈયાર કર્યો છે, જેમાં ભૂગર્ભ જળ તો રિચાર્જ થાય જ છે પરંતુ તેની ડિઝાઈન એવી છે કે સ્ટુડન્ટ્સ ગ્રૂપ કલ્ચરલ એક્ટિવિટી માટે આ જગ્યાનો યુઝ કરી શકે છે.
Advertisement
Advertisement
કુંડની 30 મીટર લંબાઈ, 23 મીટર પહોળાઈ અને 3 મીટર ઊંડાઈ છે
આ કુંડ 30 મીટર લંબાઈ, 23 મીટર પહોળાઈ અને 3 મીટર ઊંડાઈ ધરાવે છે. આ કુંડમાં એક લાખ બાર હજાર લિટર પાણી જમીનમાં ઉતરી શકે છે. આ કુંડ 14 લાખ લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. કુંડની આધુનિક ડિઝાઈનને લીધે કેમ્પસ માટેનું બેસ્ટ લોકેશન પણ બન્યું છે.
કુંડની બન્ને બાજુ સેડિમેન્ટેશન ટેન્ક બનાવી છે
કુંડ એરિયાની બન્ને બાજુએ 244 મીટરની સેડિમેન્ટેશન ટેન્ક બનાવી છે. આ કુંડ તૈયાર કરવાથી વરસાદી પાણી વહી જતું નથી અને જમીનમાં પાણી રિચાર્જ કરી તેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. કુંડ તૈયાર કરવામાં પર્વીયસ પેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમ્પસના 16 ચોરસ મીટરમાં રહેલું વરસાદી પાણી આ કુંડમાં ઉતરે છે. વરસાદી પાણીનો પુનઃરિચાર્જથી કેમ્પસમાં રહેલા છોડ અને વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે.
Advertisement