Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સપ્તાહના પ્રથમ દિવસનો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઊછાળા સાથે પ્રારંભ

સપ્તાહના પ્રથમ દિવસનો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઊછાળા સાથે પ્રારંભ

0
88
  • BSE ઇન્ડેક્ટ 530 અને નિફ્ટી 50 પોઇન્ટ સાથે ઊઘડ્યું
  • થોડીવારમાં જ 640 પોઇન્ટના ઊછાળા સાથે રેકોર્ડ 51371 પોઇન્ટની સપાટી કૂદાવી

મુંબઇ/નવી દિલ્હીઃ બજેટ બાદ સેન્સેક્સ અને નિફટીમાં થયેલો ઊછાળા (Sensex Rising)નો સિલસિલો સોમવારે પણ જળવાઇ રહ્યો. સપ્તાહનો પ્રથમ દિવસનો 530 પોઇન્ટના ઊછાળા સાથે પ્રારંભ થયો હતો.તેની સાથે સેન્સેક્સ 51301 પોઇન્ટની ઊંચાઇએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો હતો. તે 50 પોઇન્ટના ઊછાળા સાથે 15000 પોઇન્ટે ઉઘડ્યું હતું.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સૌથી વધુ 10 ટકાનો વધારો

શનિવારે વીકએન્ડના દિવસે સેન્સેક્સ 50731.63 પોઇન્ટે બંધ રહ્યો હતો. સોમવારે 51,146.67 પોઇન્ટ સાથે પ્રારંભ થયો હતો. તેમાં મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરોમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ એસબીઆઇ અને એક્સિસ બેન્કના શેરોમાં તેજી (Sensex Rising)જોવા મળી હતી. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, એનટીપીસી અને બજાજ ઓટોના શેરો રેડમાં ખુલ્યા હતા.

આ પણ વાંચોઃ વધુ બે સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે, બેંકોના નામ પર સસ્પેન્સ

સેન્સેક્સમાં સતત 6 દિવસે તેજી Sensex Rising

સેન્સેક્સમાં સતત 6ઠ્ઠા દિવસે તેજી જળવાઇ રહી. થોડી વારમાં તો BSEએ 41400ની અને નિફ્ટીએ 15100ની રેકોર્ડ સપાટી કૂદાવી દીધી હતી. માર્કેટની તેજીમાં ઓટો અને બેન્કિંગ શેરોનો મોટો ફાળો હતો.

સેન્સેકેસ આજે સવારે 9.38 કલાકે 640 પોઇન્ટના વધારા સાથે 51371 પોઇન્ટ પર ટ્રેડિંગ કરી રહ્યું હતું. એક્સચેઇન્જમાં 2,197 શેરો માટે ટ્રેડિંગ ચાલુ હતું. તેમાંથી 1495 શેરોમાં તેજી (Sensex Rising) દેખાતી હતી. તો 595 શેરોમાં ઘટાડો જોવા મળ્યો.

તેજીને પગલે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 202.31 લાખ કરોડ થઇ ગઇ હતી. NSE નીફ્ટી ઇન્ડેક્સ 175 પોઇન્ટ તેજી સાથે 15,099.35 પોઇન્ટે ટ્રેડિંગ કરી રહ્યું હતું.

વૈશ્વિક બજારોમાં પણ તેજી Sensex Rising

અમેરિકામાં થઇ રહેલા પોઝિટીવ અપડેટથી વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. જેમાં અમેરિકાના મુખ્ય ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા. 5 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સ 31,148.24 પોઇન્ટે, S&P 500 ઇન્ડેક્સ 3886.83 અને નાસ્ડેક 13,856.30 પોઇન્ટે બંધ થયા હતા.

આ પણ વાંચોઃ સેન્સેક્સ પ્રથમ વખત 51000 પાર, નિફ્ટીએ પણ વટાવ્યો 15000નો આંકડો

જાપાનનું નિક્કેઇ 592.81 પોઇન્ટ એટલે કે 2.06 ટકા વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે. ચીનનું શાંઘાઇ પણ 1.16 ટકા ઉપર ટ્રેડિંગમાં હતું. હોન્ગકોન્ગનું હેંસેન્ગ પણ 0.78 ટકા, ઓસ્ટ્રેલિયન ઓલ ઓર્ડિનરીઝ 0.91 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat