Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી રાજમાં 25થી 50 હજાર પહોચ્યુ Sensex, આ પહેલા કેવી હતી ઝડપ

મોદી રાજમાં 25થી 50 હજાર પહોચ્યુ Sensex, આ પહેલા કેવી હતી ઝડપ

0
100

મુંબઇ: ભારતીય શેર બજારે ગુરૂવારે ઇતિહાસ રચી દીધો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સે પ્રથમ વખત 50 હજારનો આંકડો પાર કર્યો છે. આશરે 41 વર્ષ પહેલા જ 100ના આધાર અંકથી શરૂ થયેલુ સેન્સેક્સ વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના સત્તામાં આવવા પર 25 હજાર સુધી પહોચ્યુ હતું અને આ રાજના સાત વર્ષની અંદર 50 હજાર સુધી પહોચી ગયુ. આવો જાણીયે, કેવી રહી સેન્સેક્સની આ યાત્રા અને તેણે કઇ રીતના ઉતાર-ચઢાવ જોયા?

દેશમાં શેર બજાર અને તેનો વ્યાપાર ઘણા પહેલાથી ચાલી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (જેને હવે BSE લિમિટેડ કહેવામાં આવે છે)ની સ્થાપના 1875માં જ થઇ ગઇ હતી. આ એશિયાનું સૌથી જૂનું સ્ટૉક એક્સચેન્જ છે પરંતુ 30 શેર ધરાવતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકાંક સેન્સેક્સની રચના 1 એપ્રિલ 1979માં થયુ હતું, ત્યારે તેના સૂચકાંક 100 માનવામાં આવ્યુ અને તેનો બેસ યર 1978-79ને માનવામાં આવ્યુ.

સેન્સેક્સ અસલમાં સેન્સેટિવ ઇન્ડેક્સ શોર્ટ ફોર્મ છે. સેન્સેક્સમાં 30 દિગ્ગજ અને સૌથી સક્રિય વ્યાપાર ધરાવતી કંપનીઓના શેર રાખવામાં આવે છે, જેને ભારતીય શેર બજારનો શ્વાસ માનવામાં આવે છે.

1990માં 1000 પાર

1 એપ્રિલે પોતાની રચના બાદ 3 એપ્રિલ 1979માં સેન્સેક્સ 124.15 પર બંધ થયો હતો. તે બાદ 2 જાન્યુઆરી 1981માં સેન્સેક્સ 152.26 પર બંધ થયુ હતું. 19 જુલાઇ 1985માં સેન્સેક્સ પ્રથમ વખત 500ના સ્તરને પાર કરી 505.9 પર બંધ થયુ હતું. 25 જુલાઇ 1990માં સેન્સેક્સ પ્રથમ વખત 1 હજાર પાર પહોચ્યુ હતું અને 1007.97 પર બંધ થયુ હતું. આ વર્ષે સારા વરસાદ અને કંપનીઓના સારા પરિણામને કારણે સેન્સેક્સમાં ઘણો ઉછાળ આવ્યો હતો.

મનમોહનનું ઉદારીકરણ અને સેન્સેક્સ 2000 પાર

તેના દોઢ વર્ષમાં સેન્સેક્સે 2000નો આંકડો પાર કર્યો હતો. 15 જાન્યુઆરી 1992માં સેન્સેક્સ 2020.18 પર બંધ થયો હતો. તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવ અને નાણા મંત્રી મનમોહન સિંહે ઉદારીકરણની નીતિઓ શરૂ કરી હતી જેનાથી શેર બજાર ગદગદ થઇ ગયુ હતું.

હર્ષદ મહેતા કાંડથી થયુ નુકસાન

માર્ચ, 1992માં સેન્સેક્સ પ્રથમ વખત 4 હજારના સ્તર પર બંધ થયુ હતું પરંતુ તે બાદ સેન્સેક્સ 2900થી 4900 વચ્ચે ઝુલતુ રહ્યુ અને તેને 5 હજાર સુધી પહોચવામાં સાત વર્ષથી વધુ લાગી ગયા હતા. અસલમાં આ વર્ષ હર્ષદ મહેતાના કૌભાંડનો ખુલાસો થતા શેર બજાર ગોથા ખાવા લાગ્યુ હતું અને તેમાં ભારે વેચાણ થયુ હતું.

ભાજપ પ્રથમ વખત સત્તામાં, સેન્સેક્સ 5000ને પાર

વર્ષ 1999માં 13મી લોકસભા ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં પ્રથમ વખત સત્તામાં આવી. જેને કારણે શેર બજારે 5,000નો આંકડો પાર કરી લીધો હતો. 11 ઓક્ટોબર 1999માં સેન્સેક્સ 5031.78 પર બંધ થયુ હતું.

અંબાણી બંધુઓમાં સમજૂતિની અસર

20 જૂન 2005માં આ સમાચાર આવ્યા કે મુકેશ અંબાણી અને તેમના ભાઇ અનિલ અંબાણી વચ્ચે સમજૂતિ થઇ ગઇ છે. આ સમાચારથી રોકાણકારોમાં સેન્ટિમેટ ઘણા મજબૂત થયા હતા અને સેન્સેક્સ પ્રથમ વખત 7 હજારની પાર પહોચી ગયો હતો.

આ પણ વાંચો: બાઈડેનના બૂસ્ટરથી ભારતીય શેર માર્કેટમાં દિવાળી, સેન્સેક્સ 50 હજારને પાર

2006માં 10 હજાર પાર

સેન્સેક્સને 5 હજારથી 10 હજાર પહોચવામાં 6 વર્ષથી વધુ સમય લાગી ગયો હતો. 7 ફેબ્રુઆરી 2006માં સેન્સેક્સ 10082.28 પર બંધ થયો હતો પરંતુ દોઢ વર્ષમાં જ સેન્સેક્સ 10થી 15 હજારના સ્તર પર પહોચી ગયો હતો.

વર્ષ 2007માં સારુ સાબિત થયુ

9 જુલાઇ 2007માં સેન્સેક્સ 15045.73 પર બંધ થયુ હતું. આ વર્ષ સેન્સેક્સ માટે સારૂ સાબિત થયુ હતું. આવતા છ મહિનામાં જ સેન્સેક્સ 20 હજારના સ્તર પર પહોચી ગયો હતો. ડિસેમ્બર 2007માં સેન્સેક્સ 20,000નું સ્તર પાર કરી ગયુ હતું.

વર્ષ 2008માં મંદીએ બગાડી રમત

8 જાન્યુઆરી,2008માં સેન્સેક્સે બિઝનેસ દરમિયાન 21 હજારનો સ્તર પ્રથમ વખત પાર કર્યો હતો પરંતુ આ બંધ 21 હજારથી નીચે થયો હતો પરંતુ આ વર્ષે આવેલી આંતરરાષ્ટ્રીય મંદીથી આખી રમત બગડી ગઇ હતી. તે બાદ સેન્સેક્સ ફરી 21 હજારના સ્તર સુધી જવામાં આશરે 3 વર્ષ લાગી ગયા હતા.

મંદીને કારણે આખી દુનિયાના શેર બજાર સાથે જ ભારતીય શેર બજાર પણ ધરાશાઇ થયુ હતું. 10 જાન્યુઆરી 2008માં સેન્સેક્સ 14889.25 પર બંધ થયુ હતું. આ વર્ષે 16 જુલાઇએ સેન્સેક્સ 12575.8 પર બંધ થયુ હતું. આટલુ જ નહી, નવેમ્બર 2008માં સેન્સેક્સ 8451.01ના સ્તર સુધી પહોચી ગયુ હતું.

વર્ષ 2009માં પણ શેર બજારની સ્થિતિ ખરાબ રહી હતી અને માર્ચ 2009માં સેન્સેક્સ 8160.4ના સ્તર સુધી બંધ થયુ હતુ પરંતુ એપ્રિલ 2009થી શેર બજારની સ્થિતિ સુધરવા લાગી હતી. જૂન 2009માં સેન્સેક્સ ફરી 15 હજારના સ્તર સુધી પહોચ્યુ હતું. તે બાદ સપ્ટેમ્બર 2010માં સેન્સેક્સ ફરી 20 હજારના સ્તર સુધી પહોચ્યુ હતું.

3 જાન્યુઆરી 2011માં સેન્સેક્સ 20,561.05 પર બંધ થયુ હતું. જોકે, તે બાદ આ વર્ષે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આ વર્ષે 5 ઓક્ટોબરે સેન્સેક્સ તૂટતા 15792.41ના સ્તર પર બંધ થયો હતો. તે બાદ સેન્સેક્સ ફરી 20 હજારના સ્તર પર આવતા 2 વર્ષ લાગી ગયા હતા.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના આગમનનું બજારે સ્વાગત કર્યુ

વર્ષ 2013માં બીએસઇ સેન્સેક્સે પલટી મારી હતી અને 18 જાન્યુઆરી 2013માં સેન્સેક્સ ફરી 20039.04 પર જઇને બંધ થયુ હતુ પરંત તેને 20થી 25 હજાર સુધી પહોચવામાં માત્ર દોઢ વર્ષ લાગ્યો હતો. વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની હતી. જેનાથી શેર બજારમાં પણ ઉત્સાહનો માહોલ બન્યો હતો. 16 મે 2014માં જ સેન્સેક્સ 25,364ના સ્તર સુધી પહોચી ગયુ હતું. જોકે, આ બંધ 25 હજારથી નીચે થયુ હતું. 5 જૂન 2014માં સેન્સેક્સ 25019.51 પર બંધ થયુ હતું. સેન્સેક્સને 25 હજારથી 30 હજાર સુધી પહોચવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા.

વર્ષ 2017માં 30 હજારનું સ્તર

વર્ષ 2017ના એપ્રિલ મહિનામાં સેન્સેક્સ 30133.35 સુધી પહોચી ગયુ હતું. આગામી એક વર્ષમાં જ સેન્સેક્સ 35 હજારના લેવલ પર પહોચી ગયુ હતું. 17 જાન્યુઆરી 2018માં સેન્સેક્સ 35081.82 પર બંધ થયુ હતું. આગામી આશરે 22 મહિના લાગ્યા ફરી સેન્સેક્સને 40 હજારના સ્તર સુધી પહોચવામાં. 30 ઓક્ટોબર 2019માં સેન્સેક્સ 40051.87ના સ્તર પર પહોચી ગયુ હતું.

કોરોના સંકટમાં ઉતાર-ચઢાવ

પરંતુ તે બાદ વર્ષ 2020નો કોરોનાનો ભયાનક સમય આવી ગયો. જાન્યુઆરી 2020માં 42 હજારની નજીક પહોચી ગયો. સેન્સેક્સ માર્ચ 2020માં લોકડાઉન બાદ ધરાશાઇ થઇને માર્ચ 2020માં 25981.24 સુધી પહોચી ગયો. જોકે, એપ્રિલના અંત અને મેથી ફરી સેન્સેક્સમાં તેજી આવવા લાગી હતી.

15 મહિનાથી ઓછા સમયમાં 40થી 50 હજાર

30 ઓક્ટોબર 2019માં સેન્સેક્સ પ્રથમ વખત 40 હજારની પાર બંધ થયુ હતું પરંતુ કોરોના સંકટના સમયમાં ગત વર્ષે લોકો પાસે રોકાણના ઘણા ઓછા સાધન રહી ગયા હતા અને વિદેશી રોકાણકારોને પણ ભારતના શેર બજારમાં પૈસા લગાવવાનું આકર્ષક લાગવા લાગ્યુ તો વિદેશી રોકાણ પ્રવાહ અને ઘરેલુ રોકાણકારોના દમ પર સેન્સેક્સ આશરે એક વર્ષમાં જ 40થી 45 હજાર સુધી પહોચી ગયુ હતું. 4 ડિસેમ્બર 2020માં સેન્સેક્સ 45079.55 સુધી પહોચી ગયુ. તે બાદ આશરે દોઢ મહિનામાં જ 21 જાન્યુઆરી 2021માં સેન્સેક્સ 50 હજારને પાર કરી ગયુ હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9