Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સેન્સેક્સ પ્રથમ વખત 53 હજારની પાર, ઉચ્ચતમ સ્તર પર વેપાર કરી રહ્યુ છે બજાર

સેન્સેક્સ પ્રથમ વખત 53 હજારની પાર, ઉચ્ચતમ સ્તર પર વેપાર કરી રહ્યુ છે બજાર

0
132

મુંબઇ: મજબૂત વૈશ્વિક સંકેતોથી આજે અઠવાડિયાનો બીજો દિવસ શેર બજાર લીલા નિશાન પર ખુલ્યુ હતું. તે બાદ બજાર ખુલતા જ સેન્સેક્સ 52,901 અને નિફ્ટી 15,850 સુધી પહોચી ગયુ હતું. સવારે 9.47 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 427.38 અંક (0.81 ટકા) તેજી સાથે 53001.84ના સ્તર પર પહોચી ગયુ હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 131.35 અંક (0.83 ટકા) લીડ સાથે 15877.85ના સ્તર પર પહોચી ગયુ હતું. આ બજારનો રેકોર્ડ સ્તર છે. શરૂઆતના બિઝનેસમાં સેન્સેક્સ 235.07 અંક (0.45 ટકા) તેજી સાથે 52809.53ના સ્તર પર ખુલ્યુ હતું. નિફ્ટી 76.00 અંક (0.48 ટકા) લીડ સાથે 15822.50 સ્તર પર ખુલ્યુ હતું.

શેરોની સ્થિતિ

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે શરૂઆતના બિઝનેસ દરમિયાન ટાઇટન, બજાજ ફિનસર્વ, મારૂતિ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ઇંડસઇંડ બેંક, એમએન્ડએમ, એચડીએફસી, સન ફાર્મા, ભારતી એરટેલ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ, ટીસીએસ, એનટીપીસી, એશિયન પેઇન્ટસ, આઇટીસી, અલ્ટ્રાટેક સીમેન્ટ અને ઇન્ફોસિસના શેર લીલા નિશાન પર ખુલ્યા હતા. બીજી તરફ ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, પાવર ગ્રિડ, નેસ્લે ઇન્ડિયા, એચસીએલ ટેક અને હિન્દુસ્તાન યૂનિલીવરના શેર લાલ નિશાન પર ખુલ્યા હતા.

પ્રી ઓપન દરમિયાન શેર માર્કેટની સ્થિતિ

પ્રી ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 263.22 અંક (0.50 ટકા) ઉપર 52837.68ના સ્તર પર હતો. જ્યારે નિફ્ટી 59.80 અંક (0.38 ટકા) ઉપર 15806.30 પર હતો.

આ પણ વાંચો: સરકાર બે બેંકોનું ખાનગીકરણ કરશે, પોતાનો 51% હિસ્સો વેચવાની સંભાવના

સોમવારે લીલા નિશાન પર બંધ હતો સેન્સેક્સ-નિફ્ટી

સોમવારે દિવસભર ઉતાર-ચઢાવ બાદ શેર બજાર લીલા નિશાન પર બંધ થયુ હતું. સેન્સેક્સ 230.01 અંક (0.44 ટકા) ઉપર 52,574.46ના સ્તર પર બંધ થયુ હતું. બીજી તરફ નિફ્ટી 63.15 ટકા એટલે 0.40 ટકા લીડ સાથે 15,746.50ના સ્તર પર બંધ થયુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat