Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > શેર બજારે તોડ્યા તમામ રેકોર્ડ, ઓલ ટાઇમ હાઇ 52000ની પાર સેન્સેક્સ

શેર બજારે તોડ્યા તમામ રેકોર્ડ, ઓલ ટાઇમ હાઇ 52000ની પાર સેન્સેક્સ

0
38

આજે અઠવાડિયાના પ્રથમ દિવસે શેર બજાર ભારે ઉછાળ સાથે ખુલ્યુ હતું. સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 441.43 અંકની તેજી સાથે 51,985.73ના સ્તર પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121.80ના અંકના ઉછાળ સાથે 15,285.10ના સ્તર પર વ્યાપાર કરી રહ્યા હતા. અઠવાડિયાના અંતિમ બિઝનેસ દિવસે એટલે કે શુક્રવારે ઘરેલુ શેર બજાર સામાન્ય લીડ સાથે બંધ થયુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 12.78ના અંક ઉછળીને 51,544.30ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 10.00 અંક તૂટીને 15,163.30ના સ્તરે બંધ થયો હતો. સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ 470.06 અંક વધીને 52,014.36ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો હતો.

Nikkei 30 વર્ષ પછી 30,000ની ઉપર

આ વચ્ચે જાપાનની Nikkei સોમવારે 30 વર્ષ પછી પ્રથમ વખત 30,000ના સ્તરની પાર જતો રહ્યો હતો. જાપાની શેરમાં આ વર્ષે COVID-19 મહામારી બાદ રોકાણકારોનું વલણ વધ્યુ છે. વર્ષ 1989ના અંતમાં બજાર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 38, 957 પર ચાલ્યુ ગયુ હતું. ત્યારથી Nikkeiના શેરમાં સતત ઘટાડો ચાલુ છે. Nikkeiએ અંતિમ વખત 3 ઓગસ્ટ 1990માં 30,000 ઉપર બિઝનેસ કર્યો હતો.

આજે સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં તમામ સેક્ટર્સની શરૂઆત લીડ પર થઇ હતી, જેમાં મીડિયા, પીએસયૂ બેન્ક, રિયલ્ટી બેન્ક, ફાર્મા, ફાઇનાન્સ સર્વિસેજ, ઓટો, એફએમસીજી, મેટલ, આઇટી અને પ્રાઇવેટ બેન્ક સામેલ છે.

આ પણ વાંચો: આજથી દરેક ગાડી ઉપર FASTag ફરજિયાત, લગાવશો નહીં તો ભરવો પડશે બે ગણો દંડ

બજેટ બાદ શેર બજારમાં સતત વધારો ચાલુ છે. વચ્ચેના કેટલાક દિવસને છોડી દઇએ તો શેર બજારમાં ઉછાળ છે અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) ફેબ્રુઆરીમાં અત્યાર સુધી ભારતીય બજારોમાં 22,038 કરોડ રૂપિયાના શુદ્ધ મુડી રોકાણ કરી ચુક્યા છે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat