Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સતત બીજા સોમવારે શેરબજારમાં આવ્યો ભૂકંપઃ સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો

સતત બીજા સોમવારે શેરબજારમાં આવ્યો ભૂકંપઃ સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો

0
32
  • નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફટી)માં પણ 400 પોઇન્ટથી વધુનું ગાબડું
  • તમામ એશિયન બજારોમાં શેરના ભાવો વધ્યા. અમેરિકી બજારો પણ પ્લસ પોઇન્ટે બંધ

મુંબઇ/નવી દિલ્હીઃ કોરોનાના હાહાકાર વચ્ચે સતત બીજા સોમવારે શેરબજારમાં પણ મોટો ભૂકંપ આવી ગયો. સેન્સેક્સ 1400 ( Sensex 1400p down)નો કડાકો બોલાઇ ગયો. ગત સોમવારે પણ સેન્સેક્સ 1700થી વધુ પોઇન્ટ તૂટી 48000ની સપાટીની નીચે પહોંચ્યો હતો. આજે સોમવારે BSE સેન્સેક્સ સવારે 891.22 પોઇન્ટ અને નિફ્ટી 311.25 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યા હતા. શરુઆતના ટ્રેડિંગ બાદ જ સેન્સેક્સ 1400થી વધુ પોઇન્ટ તૂટી 477763.94 પર આવી ગયો હતો. સૌથી બેન્કિંગ સેક્ટરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો.

શુક્રવારે 28.35 પોઇન્ટના નજીવા વધારા સાથે બંધ થયો હતો

અગાઉ ગત શુક્રવારે ક્લોઝિંગ સપ્તાહમાં કામકાજના અંતે શુક્રવારે સેન્સેક્સ નજીવો વધારો નોંધાયો હતો. 28.35 પોઇન્ટ ઊછળી 48,832.03 પોઇન્ટે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 36.40 પોઇન્ટ વધીને 14,617.85ની સપાટીએ બંધ થયો હતો.

આ પણ વાંચોઃ દર વર્ષે આ બે મહિનામાં કાળ બનશે કોરોના! હજુ લાંબી ચાલશે મહામારી

બેન્ક અને ઓટો સેક્ટરમાં પડ્યું ગાબડું

આજે સવારે 10 વાગે બેન્કની સાથે બીએસઇ ઓટો સેક્ટરમાં પણ ગાબડુ પડ્યું. તમામ 15 કંપનીઓના શેર તૂટી ગયા. સૌથી વધુ અશોક લેલેન્ડના શેર 6 ટકાથી વધુ પડ્યા. જ્યારે બેન્કોની વાત કરીએ તો એક્સિસ બેન્કના શેર 5.19 ટકા, DCBના 5.84 ટકા, RBLના 6.07 ટકા, IDFC ફર્સ્ટના 6.25 ટકા અને AU સ્મોલા ફાઇનાન્સનાં શેર 6.51 ટકા ઘટી ગયા હતા.  Sensex 1400p down
સવારે BSEના તમા 23 સેક્ટરમાં કડાકો નોંધાયો હતો.

તે પહેલાં સવારે 9.47 કલાકે સેન્સેક્સ 1437.5 પોઇન્ટ ઘટાડા સાથે 47,394.53 પોઇન્ટે અને નિફ્ટી 411 પોઇન્ટના કડાકા સાથે 14,206.85 પોઇન્ટ પર ટ્રેડિંગ કરી રહ્યા હતા.

ગત સોમવારે  1700થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો

ગત સોમવારે પણ ભારે કડકો બોલાવાયો હતો.સવારે 635 પોઇન્ટ  કડાકા સાથે 48956 પોઇન્ટે ખુલ્યો હતો. 11.45 વાગતા સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 48004 પોઇન્ટની સપાટીએ આવી ગયો હતો. ત્યાર બાદ પણ તેમાં સુધારો દેખાયો નહીં અને સાંજે 1707 પોઇન્ટના ઘટાડા સાથે 47883 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોનાથી ફરીથી રસ્તાઓ પર સન્નાટો, આ સેક્ટરને પ્રતિદિવસ ₹315 કરોડનું નુકશાન!

એશિયન શેરબજારમાં ઉછાળ

    • હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 301 પોઇન્ટ ઉપર 19,310 પોઇન્ટે ટ્રેડિંગમાં છે.
    • ચીનનો શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 42 પોઇન્ટના વધારા સાથે 3,212 પર છે.
    • કોરિયાના કોસ્પી ઇન્ડેકસમાં 13 અંકનો પણ નજીવો વધારો નોંધાયો.
    • ઓસ્ટેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઇન્ડેક્સ 15 પોઇન્ટ વધી 7,341 પર પહોંચી ગયો.
    • જાપાનનો નિક્કેઇ 27 પોઇન્ટ વધી 29,710 પર કારોબારમાં છે.

અમેરિકી શેરમાર્કેટ પણ વધારા સાથે બંધ

બીજી બાજુ વીકએન્ડના અંતે શુક્રવારે અમેરિકી શેર બજાર પણ વધારા સાથે બંધ રહ્યા હતા. ડાઉ જેન્સ 0.48 ટકા વધી 164.68 પોઇન્ટના ઉછાળા સાથે 34,200.70 પોઇન્ટે બંધ થયો. નેસ્ડેક 13.58 પોઇન્ટ ઉછળી 14,052.30 પોઇન્ટે બંધ રહ્યો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ પણ 15.05 પોઇન્ટ વધીને 4,185.47 પોઇન્ટે બંધ રહ્યો હતો. Sensex 1400p down

આ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટ: ભારતની જીડીપી વૃદ્ધિ દરના અનુમાનમાં થયો ઘટાડો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat