Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘હેલો…હું આશા..!’ અમદાવાદનો વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયો, યુવતીએ હોટલમાં નગ્ન કરી ₹ 13 લાખ માંગ્યા

‘હેલો…હું આશા..!’ અમદાવાદનો વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયો, યુવતીએ હોટલમાં નગ્ન કરી ₹ 13 લાખ માંગ્યા

0
86

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધો અને યુવાનોને પોતાની જાળમાં ફસાવીને તેમને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. જો તમારા પર કોઈ અજાણી મહિલાનો ફોન આવે અને તમે તેની વાતોમાં આવી જતા હોય, તો ચેતી જજો. અમદાવાદમાં એક વૃદ્ધ આવા જ એક મિસકોલની જાળમાં ફસાઈ ગયા હતા. અમદાવાદમાં રહેતા 4 વયસ્ક સંતાનોના વૃદ્ધા પિતાને આવેલા મિસકોલમાં ફસાઈ ગયાનો અજીબ કિસ્સો બહાર આવ્યો છે. મહિલા અને તેના સાગરીતોએ ભેગા મળીને વૃદ્ધ પાસે 13 લાખની ખંડણી માંગી હતી. Honey Trap In Ahmedabad

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ અમરેલીના અને હાલ બાપુનગરમાં 61 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. તેઓને સંતાનમાં 3 પુત્રી અને 1 પુત્ર છે. થોડા દિવસ પહેલા આ વૃદ્ધના ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં સામે ફોન કરનાર વ્યક્તિએ પોતે “મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે”. જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે? તેવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું. જે બાદ વૃદ્ધે કઠવાડા GIDCમાં નોકરી મળશે તેવું કહેતા, આશાએ તે સ્થળ દૂર પડશે તેમ જણાવી કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો કહી વાતચીત શરૂ કરી હતી.

આશાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતા વૃદ્ધે પટેલનો દીકરો શોધી લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું. જોકે આશાએ લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદમાં બર્થ-ડે હોવાનું કહી આશાએ વૃદ્ધને લઈને બાપુનગર દિનેશ ચેમ્બરની મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગઈ હતી. Honey Trap In Ahmedabad

આ પણ વાંચો: પોલીસની દાદાગીરી! વાડજ સર્વેલન્સ સ્ક્વોડને મફત પિચકારી ના આપતા વેપારીને ફટકારી ગુનો નોંધ્યો Honey Trap In Ahmedabad

જ્યાં આશાએ પોતાના અને વૃદ્ધના કપડાં કાઢી તેમને બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સુઈ જવા કહ્યું હતું. આ દરમિયાન અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડા પહેરી લીધા હતા. આટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપ્શન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. જેમાંથી એક શખ્શે આશા તેની બહેન છે તેમ કહી તેને રિક્ષામાં લઈ ગયા હતા અને પછી અનેક વખત ફોન પર વાતો કરી 13 લાખની માંગ કરી વૃદ્ધને બળાત્કાર ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. Honey Trap In Ahmedabad

આખરે રાજેશ નામના એક શખ્સે 10 લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું. આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ફરિયાદ કરનાર અમિષા હતી અને તેજ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતા વૃદ્ધે પોલીસને રજૂઆત કરતા હનીટ્રેપનો કિસ્સો સામે આવતા બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ કિસ્સામાં બાપુનગર પોલીસ કે અન્ય કોઈ પોલીસ કર્મી સામેલ છે કે કેમ? તે અંગે ઉચ્ચ અધિકારીઓ એ તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat