Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો, NCPમાં સામેલ થશે પૂર્વ મંત્રી એકનાથ ખડસે

મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો, NCPમાં સામેલ થશે પૂર્વ મંત્રી એકનાથ ખડસે

0
227
  • ખડસેના આવવાથી મહારાષ્ટ્રમાં NCP મજબૂત બનવાનો દાવો
  • એકનાથ ખડસેને MLC સીટ મળવાની અટકળો
  • BJP છોડનારો એક નાનો કાર્યકર્તા પણ પાર્ટી માટે મોટું નુક્સાન

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપને (Maharashtra BJP) મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક અને પૂર્વ મંત્રી એકનાથ ખડસેએ (Eknath Khadse) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે, BJPના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે (Eknath Khadse) શુક્રવારે બપોરે બે વાગ્યે નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં (NCP) સામેલ થશે. પાટિલે દાવો કર્યો છે કે, ખડસેના આવવાથી તેમની રાજ્યમાં NCP વધારે મજબૂત બનશે.

ભ્રષ્ટાચારના આરોપ મૂકાયા બાદ વર્ષ 2016માં તત્કાલીન ભાજપ (Maharashtra BJP) સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ખડસે (Eknath Khadse) નારાજ હતા. છેલ્લા કેટલાક દિવસોથી ખડસેના ભાજપ છોડવા અને શરદ પવારની NCPમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી.

તેમણે કહ્યું કે, અન્ય અનેક ભાજપના (Maharashtra BJP) ધારાસભ્યો જે તેમના સમર્થક છે, તેઓ NCPમાં સામેલ થવા ઈચ્છે છે. જો કે તેમના સામેલ થવા પર નિર્ણય લેવાનો બાકી છે. રાજ્યના NCP પ્રમુખે કહ્યું કે, અમે કોરોના મહામારીના સમયે પુન:ચૂંટણી નથી ઈચ્છી રહ્યાં. આથી આ પ્રકારે અન્ય નેતાઓ વિશે નિર્ણય યોગ્ય સમય પર લેવામાં આવશે.

ખડસેએ NCPના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત પણ કરી છે. સુત્રો મુજબ, તેમને (Eknath Khadse) રાજ્યપાલના કોટાથી એક MLC સીટ મળવાની આશા છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)માં શિવસેના, NCP અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારને હજુ સુધી વિધાન પરિષદના 12 પદો પર નિયુક્તિ માટે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને નામોની ભલામણ કરવા પર નિર્ણય લેવાનો છે.

આ પણ વાંચો: ‘ગુજરાતના મતદારો સાથે વિશ્વાસઘાત’ પેટાચૂંટણીને પગલે કોંગ્રેસે શરૂ કર્યું અભિયાન

પૂર્વ મહેસુલ મંત્રીને ભાજપ (Maharashtra BJP) દ્વારા 2016માં પૂણે નજીક એક જમીન ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. બસ ત્યારથી જ તેઓ (Eknath Khadse) પાર્ટીથી નારાજ છે. ગત વર્ષે થયેલા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટિકિટ આપવામાં આવી નહતી.

પ્રદેશ ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું છે કે, રાજ્યના ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલને તેમનું (Eknath Khadse) રાજીનામું મળી ચૂક્યું છે. અમે વાતચીત મારફતે તેમની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નિષ્ફળ નીવડ્યાં છીએ. અમે તેમને શુભકામના પાઠવીએ છીએ. ભાજપ છોડનારા એક નાનો કાર્યકર્તા પણ પાર્ટી માટે એક મોટું નુક્સાન જ છે.