Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્વર્ણિમ સંકુલમાં કરાયું સેનેટાઈઝ

કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્વર્ણિમ સંકુલમાં કરાયું સેનેટાઈઝ

0
803

ગતરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મીટીંગ કરી હતી, આ મીટિંગમાં હાજર જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય સહિત સ્વર્ણિમ સંકૂલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ગાંધીનગર જઈને અધિકારીઓ અને મુખ્યમંત્રીને મળ્યા હતા જેના કારણે અન્ય લોકોને કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે. જેના ભાગરુપે સર્વર્ણિમ સંકુલને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જે લોકો ખેડાવાલાના સંપર્કમાં આવેલા કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે મુખ્યમંત્રી વિજય રુપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે. મહત્વનું છે આ બેઠક ગાંધીનગરમાં બંગલા નંબર-1માં થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રીને બંગલા નંબર-26માં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે દેશની સાથે ગુજરાતમાં પણ મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે. આજ રીતે અમદાવાદ શહેરના કોટ વિસ્તારો કે જેને હોટ સ્પોટ અને બફર સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં આજથી એટલે કે 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ સાથે કર્ફ્યૂવાળા વિસ્તારમાં લોકોને તકલીફ ના પડે તે માટે અને લોકોને દૂધ તથા શાકભાજી મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કોરોના વિરુદ્ધ ભારતમાં વેક્સીન તૈયાર, રિસર્ચમાં સામે આવ્યા સકારાત્મક પરિણામ