મુંબઇ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવી છે. એક યુવક કેટલાક કલાક સુધી મુંબઇ પ્રવાસે આવેલા અમિત શાહની આસપાસ ફરતો હતો. માલાબાર હિલ પોલીસે જણાવ્યુ કે શરૂઆતની તપાસમાં ખબર પડી કે 32 વર્ષીય હેમંત પવાર ધુલેનો રહેવાસી છે.
Advertisement
Advertisement
તે આંધ્ર પ્રદેશના સાંસદનો PA ગણાવતો હતો. પોલીસનું કહેવુ છે કે અમને શંકા છે કે તે લોકપ્રિયતા અથવા મૌદ્રિક લાભ માટે મંત્રીઓને મળવા માંગતો હતો અને તેમની સાથે તસવીર લેવા માંગતો હતો.
પવાર, શિંદે અને ફડણવીસના બંગલાની બહાર ફરતો હતો શખ્સ
આ ઘટના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુંબઇમાં પહોચવાના એક દિવસ પછી બની હતી. વ્હાઇટ શર્ટ અને બ્લૂ રંગના બ્લેજરમાં પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના બંગલાની બહાર ફરી રહ્યો હતો. પોલીસે કહ્યુ કે તે એણપીના પીએ માટે એક એન્ટ્રી પાસ પણ લઇને જતો હતો.
12 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં
સુરક્ષા ડ્યુટી પર તૈનાત પોલીસે હેમંત પવારની પૂછપરછ કરી છે જેને અમિત શાહની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. સીઆરપીએફના અધિકારીઓ દ્વારા તેના દાવા પર શંકા વ્યક્ત કર્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આઇપીસીની કલમ 170 (એક લોક સેવકનું રૂપ ધારણ કરવુ) અને 171 હેઠળ કેસ દાખલ કર્યો છે. એક કોર્ટે તેને 12 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
Advertisement