Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોણ કહે છે કોરોના ફરીથી ન થાય, અમદાવાદમાં 4 ફરી પોઝિટિવ થયા

કોણ કહે છે કોરોના ફરીથી ન થાય, અમદાવાદમાં 4 ફરી પોઝિટિવ થયા

0
187
  • ચાર પૈકી એક સ્વસ્થ, એક હોસ્પિટલમાં અને બે દર્દી હોમ કવોરોન્ટાઇન
  • પુન ચેપ જેમને લાગ્યા છે તેમાં ત્રણ તો ડોકટર હોવાનું ખૂલ્યું

અમદાવાદઃ કોરોના પોઝિટિવના કેસો શોધવાની કોર્પોરેશને ઝુંબેશ હાથ ધરી છે. ત્યાં વળી અગાઉ કોરોના પોઝીટીવની સારવાર લઇને સાજા થયા બાદ ફરીવાર ચેપ લાગ્યો ( ઉથલો માર્યો ) હોવાના ચાર કિસ્સાં કોર્પોરેશન સમક્ષ આવતાં ખુદ કોર્પોરેશન ચોંકી ઉઠયું છે. તેમાંથી ત્રણ તો ડોકટરો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જયારે એક 60 વર્ષના ગુહિણી છે.

ફરીથી ચેપગ્રસ્ત થયેલા દર્દીઓની સ્થિતિ

આ ચાર પૈકી એક દર્દીને સારું થઇ ગયું છે. જયારે બાકીના ત્રણ પૈકી એક ડોકટર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જયારે બે દર્દી હોમ આઇસોલેશનમાં છે. શહેરમાં કરાયેલા સર્વેમાં 40 ટકા દર્દીઓ એન્ટિબોડીઝ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ ગંભીર બેદરકારી : રાજપીપળા કોવિડ હોસ્પિ.માં દર્દીએ સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી!

આ દર્દીઓનો તેમાં સમાવેશ થતો હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે. આ કેસોના બ્લડ અને નેસોફેરીજલ નમૂનાઓ જીનોમ સિકવન્સિંગ અને વાયરસ જિનેટિક્સના વધુ વિશ્લેષણ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.

ચારમાંથી ત્રણ યુવાન અને એક વૃદ્ધ

કોવિડ 19 વારયરસના કારણે વિશ્વ સમક્ષ રોજેરોજ નવા પડકારો ઊભા થઇ રહ્યાં છે. આ પડકારોથી અમદાવાદ પણ બાકાત રહ્યું નથી. આજદિન સુધીમાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસો પૈકી પુન ચેપ લાગવાના ચાર કેસો મળી આવ્યા છે. આ દર્દીઓમાં એક દક્ષિણ ઝોનના બહેરામપુરા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય ગુહિણી છે. જયારે અન્ય ત્રણ કેસોમાં અમદાવાદની વિવિધ હોસ્પિટલોના રેસિડેન્ટ ડોકટર્સ છે. જેમાં એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં 26 વર્ષના મહિલા રેસિડેન્ટ ડોકટર, 33 વર્ષના પુરુષ રેસિડેન્ટ ડોકટર તથા અન્ય એક જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં ફરજ બજાવતાં 33 વર્ષના રેસિડેન્ટ ડોકટર છે.

પહેલા ક્યારે ચેપ લાગ્યો

આ તમામ કેસોમાં પ્રથમવાર તેમને 13 એપ્રિલથી 21 એપ્રિલ 2020 વચ્ચે કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીજીવાર તેમને ચેપ 18 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન લાગ્યા છે.

આ પણ વાંચોઃ AMC દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટેસ્ટીંગ, મળી આવ્યાં 26 પોઝિટિવ કેસો

આ ચાર કેસો પૈકી બીજીવારનો ચેપ લાગતા પહેલાં એક દર્દીએ કેરળની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ત્રણ દર્દીઓ તો માત્ર અમદાવાદમાં જ રહ્યાં હતા. આ બધાં કેસોમાં દર્દી પ્રથમવારના ચેપ તેમ જ બીજીવારના ચેપમાં હળવા અથવા લક્ષણો વગરના હતા. આજે એક દર્દી સ્વસ્થ થઇ ગયા છે. બાકીના ત્રણ દર્દીઓમાંથી એક જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે અન્ય બે દર્દી હોમ આઇસોલેશનમાં છે.

કોર્પોરેશન શું કરી રહ્યુ છે

આ અંગે કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ પોઝિટિવ દર્દીઓ તેમની આરોગ્યની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સતત સંપર્કમાં છે. આ તમામ તારણો એ.એમ.સી.ના સેરોપ્રિવેલન્સ સર્વેની સાથે મળતાં આવે છે. જેમાં અગાઉના લગભગ 40 ટકા ચેપગ્રસ્ત કિસ્સાઓમાં એન્ટીબોડીઝ ગુમાવેલી છે, તેથી ફરીથી ચેપ લાગવાની સંભાવના છે.