સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને રોમાંચક મેચમાં 1 રને હરાવ્યું હતું. વેલિંગ્ટન બેસિન રિઝર્વમાં રમાયેલ આ મેચમાં ઇંગ્લેન્ડ ટીમને જીતવા માટે 258 રનનો પડકાર મળ્યો હતો જવાબમાં ટીમ 256 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે જ શ્રેણી 1-1થી બરાબરી પર પૂર્ણ થઇ હતી.
Advertisement
Advertisement
ન્યૂઝીલેન્ડે આ રીતે જીતી મેચ
ઇંગ્લેન્ડે હેરી બ્રુક અને જો રૂટની સદીની મદદથી પ્રથમ ઇનિંગ 435/8 રન બનાવીને ડિકલેર કરી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 209 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. તે પછી ફૉલોઓન રમવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ સારી રહી હતી અને તેને 483 રન બનાવ્યા હતા. તે પછી ઇંગ્લેન્ડને જીતવા માટે 258 રનનો પડકાર મળ્યો હતો પરંતુ ટીમ 256 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ટેસ્ટ ઇતિહાસમાં બીજી વખત કોઇ ટીમે 1 રને મેચ જીતી
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવુ બીજી વખત થયુ છે જ્યારે કોઇ ટીમે માત્ર 1 રનના અંતરથી મેચ જીતી છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 1993માં સંઘર્ષપૂર્ણ મેચમાં જીત મેળવી હતી.
ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગમાં કર્યો સંઘર્ષ
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં શરૂઆત સારી રહી નહતી. પ્રથમ વિકેટ માટે જૈક ક્રૉલી (24) અને બેન ડકેટ (33)એ 39 રનની ભાગીદારી કરી હતી. આ જોડી તૂટતા જ ટીમની ઇનિંગ લડખડાઇ ગઇ હતી અને નિયમિત સમય પર વિકેટ ગુમાવતી રહી હતી. આ વચ્ચે ઓલી રૉબિન્સન (2), ઓલી પોપ (14), બ્રુક (0), બેન ફોકસ (9) ડબલ અંક સુધી પણ પહોચી શક્યા નહતા. ટીમની સૌથી મોટી ભાગીદારી 121 રનની રહી હતી જે કેપ્ટન બેન સ્ટોક્સ (33) અને જો રૂટ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે થઇ હતી.
બીજી ઇનિંગમાં સદી ફટકારતા ચુક્યો જો રૂટ
વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર અનુભવી બેટ્સમેન જો રૂટ બીજી ઇનિંગમાં સદી ફટકારતા 5 રનથી ચુકી ગયો હતો. જો રૂટે મુશ્કેલ પરિસ્થિતિમાં 113 બોલમાં 95 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
બ્રૂક સૌથી સફળ બેટ્સમેન, 2 બેટ્સમેનોએ 300થી વધુ રન બનાવ્યા
સીરિઝમાં બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન યુવા ઇંગ્લિશ બેટ્સમેન બ્રૂકનું રહ્યુ હતુ, તેને સીરિઝની 3 ઇનિંગમાં 109.67ની એવરેજ અને 110.40ના સ્ટ્રાઇક રેટથી 329 રન બનાવ્યા હતા. 186ના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે તેને સીરિઝમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.
આ સિવાય જો રૂટ સીરિઝમાં 300થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન રહ્યો હતો, તેને 4 ઇનિંગમાં 106.333ની એવરેજ અને 75.77ના સ્ટ્રાઇક રેટ સાથે 319 રન બનાવ્યા હતા.
જેમ્સ એન્ડરસને સીરિઝમાં સૌથી વધુ વિકેટ ઝડપી
બોલિંગમાં સારા પ્રદર્શનની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન સૌથી સફળ બોલર રહ્યો હતો. જેમ્સ એન્ડરસને 7 વિકેટ ઝડપી હતી. સીરિઝમાં બીજો સફળ બોલર નીલ વેગનર રહ્યો હતો તેને 6 વિકેટ ઝડપી હતી. ઓલી પોપ અને સ્ટુઅર્ટ બ્રોડે 5-5 વિકેટ ઝડપી હતી.
Advertisement