Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાતમાં બીજા તબક્કાના વૅક્સીનેશનનો પ્રારંભ, કલેક્ટર સહિતના અધિકારીઓએ લીધી રસી

ગુજરાતમાં બીજા તબક્કાના વૅક્સીનેશનનો પ્રારંભ, કલેક્ટર સહિતના અધિકારીઓએ લીધી રસી

0
105
    • સુરતમાં પોલીસ કમિશનર, મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓએ વૅક્સીન લીધી
    • બીજી તબક્કામાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારી વિભાગના ૩૦,૦૦૦ અધિકારી-કર્મચારીઓને અપાશે રસી

સુરતઃ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોકટર, નર્સિગ-મેડિકલ સ્ટાફને પ્રથમ તબક્કામાં રસીકરણ (Corona Vaccination In Gujarat) પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં આજરોજ કોરોના વોરિયર્સ એવા જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુન્સિપલ કમિશનર સહિતના અધિકારીઓ તથા રાજ્યના પોલીસ કર્મચારીઓને વૅક્સીન (Corona Vaccine) આપવાનું શરૂ થઈ ગયું છે.

જો સુરતની વાત કરીએ તો, ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા અન્ય પોલીસ, પાલિકા, પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના પ્રતિકારક વેકસીન (Covid Vaccine) લઈને બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ વેળાએ જિલ્લા કલેકટરે જણાવ્યું કે, બીજા તબક્કામાં (Corona Vaccination In Gujarat) જિલ્લામાં 10 વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત, રેવન્યુ સહિતના વિભાગોના કર્મયોગીઓને વેકસીન (Corona Vaccine) આપવામાં આવશે. જિલ્લાના સૌ નાગરિકોને નિયત કરવામાં આવેલા સ્થળે અને સમયે સૂચિત કરવામાં આવે, ત્યારે કોરોના વેકસીન (Covid Vaccine) લેવાની અપીલ તેમણે કરી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું કે, ભારત સમગ્ર વિશ્વમાં કોરોના પ્રતિકારક રસીના (Indian Corona Vaccine) ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણી વેકસીન સંપૂર્ણ સ્વદેશી અને સુરક્ષિત છે. કોરોના સામે લડવાનું હથિયાર આપણી પાસે ઉપલબ્ધ છે. જેથી સૌ કોઈને વેકસીન (Corona Vaccine) લેવાની હિમાયત તેમણે કરી હતી.

આ પણ વાંચો: #MannKiBaat: ‘દિલ્હીમાં તિરંગાનું અપમાન જોઈ દુ:ખી’- PM મોદીના સંબોધનની મોટી વાતો

જ્યારે મ્યુન્સિપલ કમિશનરે જણાવ્યું કે, સુરત શહેરમાં પ્રથમ ચરણમાં ૨૦૨૧૭ જેટલા હેલ્થ વર્કરોનું સફળ વેકસીનેશનની પ્રક્રિયા (Surat Corona Vaccination) પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યકિતને આડઅસર જોવા મળી નથી. જયારે બીજા ચરણમાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારના વિભાગના સ્ટાફ સહિત ૩૦,૦૦૦ અધિકારી-કર્મચારીઓને વેકસીન આપવાનો પ્રારંભ થયો છે.

કોઈ પણ પ્રકારની ગેરસમજ વિના દરેક નાગરિકો નિયત સમયે વેકસીન (Corona Vaccine) લઈને પોતાના પરિવાર સહિત શહેર, રાજય અને રાષ્ટ્રને કોરોથી સુરક્ષિત કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. શહેરમાં ૮૦થી વધુ કેન્દ્રો પર વેકસીનેશન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ, પાલિકા, અન્ય સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓને વેકસીન આપવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.

આજ રીતે બીજા તબક્કામાં ગાંધીનગરમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રથમ વૅક્સીન લઈને અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શાહીબાગના પોલીસ ઈન્સ્પેક્ટર કેડી જાડેજા પ્રથમ વૅક્સીન લેનારા અધિકારી બન્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat