કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ આજે કોલકાતા પોર્ટના 150 વર્ષ પૂરા થવાના અવસરે એક સમારંભમાં સવારે 11 વાગે સામેલ થશે. તે સાથે જ તેઓ એક કુશલ વિકાસ કેન્દ્ર અને પ્રીતિલતા હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે, આ હોસ્ટેલ સુંદર વનની 200 આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે છે. જ્યારે આનાથી પહેલા પીએમ મોદી શનિવારે મોડી સાંજે રામકૃષ્ણ મિશનના મુખ્યાલય બેગૂર મઠ પહોંચ્યા અને રાત્રે ત્યાંજ રોકાયા. આજે વિવેકાનંદની જયંતી પણ છે, તેથી એવી આશા કરવામાં આવી રહી છે કે, તેઓ આજે સ્વામી વિવેકાનંદ મંદિરમાં ધ્યાન પણ લગાવશે. મોદી શહેરના બે દિવસના પ્રવાસ પર છે.
ગઇ કાલે પ્રવાસના પ્રથમ દિવસ શનિવારે કોલકાતામાં પીએમનો કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત હતો. મમતા બેનર્જી બેશક રાજકારણમાં તેમની ધૂર-વિરોધી છે પરંતુ પ્રોટોકોલ અનુસાર મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન સાથે રાજભવનમાં બેઠક પછી મુખ્યમંત્રીએ સંવાદદાતાઓને કહ્યું કે, મોદીએ તેમને નવી દિલ્હી આવીને રાજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કહ્યું છે. સીએમે વડાપ્રધાન સાથે બેઠકને શિષ્ટાચાર ભેટ ગણાવી હતી. બેનર્જીએ કહ્યું કે, તેમને વડાપ્રધાન સામે બાકીની નાણાકિય સહાય મુદ્દા પર વાત કરી, જેમાં રાજ્યને કેન્દ્ર સરકાર પાસેથી મળવાનું હજું બાકી છે. ટીએમસી ચીફે કહ્યું, મેં તેમને કહ્યું કે, સીએએ, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ આખા દેશણાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. મેં તેમને જણાવ્યું કે, અમે સીએએ, એનઆરીસ અને એનપીઆર વિરૂદ્ધ છીએ, તેઓ સીએએ પર ફરીથી વિચાર કરે અને તેને પાછો ખેંચે.
Tributes to the great Swami Vivekananda on his Jayanti.
Here are glimpses from PM @narendramodi’s visit to the Belur Math. pic.twitter.com/JYEbhe56ha
— PMO India (@PMOIndia) January 12, 2020
રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા બાદ મમતા બેનર્જીને વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનનો સામનો પણ કરવો પડ્યો. સાથે જ રાજ્યના રાજકારણનો પારો પણ ચઢતો નજરે પડ્યો હતો. વડાપ્રધાન અને બેનર્જી વચ્ચેની બેઠકને લઇને કોંગ્રેસ અને એમકેપીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, જેમાં તેમને કહ્યું કે, આનાથી હવે તૃણમૃલ કોંગ્રેસની બેવડી નીતિ સામે આવી ગઇ છે.
#WATCH West Bengal: Prime Minister Narendra Modi joins morning prayers at Belur Math,Howrah pic.twitter.com/bL4mPfGMGe
— ANI (@ANI) January 12, 2020