T-20 વલ્ડકપની આજે રમાયેલી ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની મેચમાં ન્યુઝિલેન્ડની શાનદાર જીત જોવા મળી છે. વિરાટ કહોલીએ આજે ફરી ટોસ જીતી પહેલા બેટિંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ આજે 20 ઓવરમાં ફક્ત 110 રન જ બનાવ્યા હતા જે ન્યુઝિલેન્ડ સરળતાથી ચેઝ કરી ગઈ હતી. વિરાટ કોહલી સતત પાંચમી વાર ટોસ હાર્યો છે. આની સાથે જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટની 21 મેચમાંથી 17માં તે ટોસ હાર્યો છે.
ટીમ ઈન્ડિયાની આજે સતત બીજી હાર થઈ છે. આ મેચની ઈનિંગની ત્રીજી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર જોવા જેવી થઈ હતી. કીવી ટીમનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાંચમા બોલ પર ઈશાન કિશન પેવેલિયન ભેગો થયો હતો. ત્યારપછી બીજા જ બોલ પર રોહિત શર્મા શોર્ટ બોલ પર પુલ મારવા જતા કેચ આઉટ થઈ જ ગયો હતો, પરંતુ ફાઇનલ લેગના ફિલ્ડરે કેચ ડ્રોપ કરી દીધો હતો.
ઈનિંગની છઠ્ઠી ઓવરમાં કે.એલ રાહુલ આઉટ થયો હતો, જ્યારે 8મી ઓવરમાં રોહિત શર્મા પણ કેચ આઉટ થતા ઈન્ડિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેવામાં ઈશ સોઢીની ઓવરમાં વિરાટ કોહલી પણ લોફ્ટેડ શોટ મારવા જતા કેચ આઉટ થયો હતો.