Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાનો કહેર: ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પરત ફર્યો બીજો વિમાન

કોરોનાનો કહેર: ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પરત ફર્યો બીજો વિમાન

0
333

ચીનમાં કોરોના વાયરસ ફેલવાની સાથે જ ભારતે ત્યાંથી પોતાના નાગરિકોને લાવવાની શરૂઆત કરી દીધી છે. શનિવારે 324 યાત્રીઓને લઈને પ્રથમ વિમાન નવી દિલ્હી પહોંચ્યું. આ યાત્રીઓને આઈટીબીપીના મોનિટરિંગ કેમ્પમાં 14 દિવસ રાખવામાં આવશે.

શનિવારે વુહાન શહેર માટે એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ હવે દિલ્હી પહોંચી ચૂકી છે. આ ફ્લાઈટમાં આજે 323 ભારતીય સવાર હતા. આમા માલદીવના સાત નાગરિક પણ નવી દિલ્હી લાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, શનિવારે ભારત પહોંચેલ ફ્લાઈટમાંથી 6 ભારતીય લોકોને ચીની અધિકારીઓએ ઉતારી દીધા હતા. તેમને ખુબ જ ત્રીવ તાવ આવી રહ્યો હતો. હવે ચીની પ્રશાસન આગળની મોનિટરિંગ રાખી રહ્યું છે. ભારત મોકલવામાં આવેલા લોકોમાં 211 વિદ્યાર્થી છે. જ્યારે 110 લોકો આ વિસ્તારમાં કામ કરે છે. ત્રણ માઈનર છે.

શરૂઆતની તપાસમાં બધી જ લોકોના ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ જોવા મળ્યા છે. તે છતાં સાવધાની દાખતવા તેમને ખાસ મોનિટરિંગમાં રાખવામાં આવી રહ્યાં છે. ચીનમાં અત્યાર સુધી 11,800 લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થઈ ચૂક્યા છે.

શું છે કોરોના વાયરસ
WHO અનુસાર આ વાઈરસ સી-ફૂડ સાથે જોડાયેલ છે. સંક્રમણની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વાયરસ ના માત્ર માનવીઓ ઉપરાંત પશુઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. WHOએ તે વાતની બધી જ રીતે સંભાવના વ્યક્ત કરી છે કે, આ વાયરસ પરિવારના લોકોમાં એકમાંથી બીજામાં ફેલાઈ શકે છે.

શું છે સંક્રમણ(ચેપ)ના લક્ષણ?
કોરોના વાયરસથી સંક્રમિત લોકોને સૌથી પહેલા શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે. તેમને ગળામાં દુખાવો, શરદી, ખાંસી અને તાવ આવે છે. પછી તાવ નિમોનિયાનો રૂપ લઈ શકે છે. નિમોનિયા કિડની સાથે જોડાયેલી કેટલીક અન્ય મુશ્કેલીઓ વધારી શકે છે.

અત્યાર સુધી કોરોના વાયરસને ખત્મ કરવાની કોઈ સત્તાવાર રીતે વેક્સીન નથી પરંતુ આના લક્ષણોના આધાર પર ડોક્ટર આની સારવારમાં બીજી જરૂરી દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. વેક્સીન તૈયાર કરવાનું પણ કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે એવા સમાચાર પણ મળી રહ્યાં હતા કે, એચઆઈવીની દવાથી ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યાં છે.

વિશ્વ હિન્દુ મહાસભાના નેતા રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા