વડોદરા: વડોદરામાં NIAના ઇનપુટને પગલે વડોદરામાં મસ્જિદમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. PFIનું વડોદરા કનેક્શન હોવાની શક્યતા છે. વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
Advertisement
Advertisement
વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં NIAના ઇનપુટના પગલે વડોદરા એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ચાર મૌલવીની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદન લેવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશનને પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાંથી PFI સાથે કનેક્શનને પગલે 15 લોકોની અટકાયત કરાઇ હતી
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે PFI સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ PFI સાથે કનેક્શન હોવાની વાત સામે આવી હતી જેને પગલે રાજ્યમાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત ATS દ્વારા અમદાવાદ, ,સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી. નવસારીમાંથી પણ બે લોકોની અટકાયત કરવામાં આવી હતી.
શું છે PFI?
PFI એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે અને આ ખુદને પછાત અને લઘુમતીઓના હકમાં અવાજ ઉઠાવનારૂ સંગઠન ગણાવે છે. આ સંગઠન પ્રથમ વખત 22 નવેમ્બર, 2006માં કેરળમાં નેશનલ ડેવલપમેન્ટ ફ્રંટ (NDF)ના મુખ્ય સંગઠનના રૂપમાં અસ્તિત્વમાં આવ્યુ હતુ. આ દરમિયાન સંગઠન દિલ્હીના રામલીલા મેદાનમાં નેશનલ પૉલિટિકલ કોંફ્રેસ આયોજિત કરીને ચર્ચામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કેટલીક સાંપ્રદાયિક હિંસામાં તેનું નામ આવી ચુક્યુ છે.
Advertisement