Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > VIDEO : દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં સી-પ્લેનની મજા માણવાની તક

VIDEO : દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં સી-પ્લેનની મજા માણવાની તક

0
90
 • PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેનનું ગુજરાતમાં આગમન
 • સોમવારના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવી પહોંચ્યું
 • સી પ્લેનને જોવા લોકોની ભીડ ઉમટી, PM મોદી 31 ઓક્ટોબરે કરશે ઉદ્ઘાટન

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતો સી પ્લેન પ્રોજેક્ટ હવે શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે આજે સોમવારના રોજ સી પ્લેન અમદાવાદમાં આવી ગયું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં કેવડિયાથી અમદાવાદ આવવાના હોવાથી સાબરમતી નદીમાં તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું એક વ્યક્તિદીઠ રૂ. 4800 નક્કી કરાયું છે. સી પ્લેન આજે અમદાવાદના આંગણે રિવરફ્રન્ટ ખાતે ઉતર્યું ત્યારે સી પ્લેનને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી. હાલમાં સી પ્લેનનો વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આ યોજનામાં આવતાં રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે. પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરાયું છે.

કેવડિયા-સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દિવસમાં 4 ઉડાન ભરશે

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને એક વીડિયો પણ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, કેવડિયા આવવા માટે સી-પ્લેન માલદીવના માલેથી ટેકઓફ થયું છે. રેગ્યુલર સી પ્લેન સર્વિસ દિવસમાં 4 વખત સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડશે. આ યોજનાથી કેવડિયા ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનશે.

શું તમને ખબર છે કે સી-પ્લેનની શું છે વિશેષતાઓ?

સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે.
220 કિમીની યાત્રા સી પ્લેન માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે.
સવારના 8 વાગ્યેથી અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે.
6 માસ સુધી વિદેશી પાયલોટ સી પ્લેનના પાયલોટને તાલીમ આપશે.
ક્ષમતા : 19 લોકોને બેસાડવાની
હાલમાં 14 લોકોને જ બેસાડાશે, જેમાં 5 ક્રુ મેમ્બર્સ હશે
300 મીટરના રનવે પરથી ઉડાણ ભરી શકે છે
એમ્ફીબિયસ કેટેગરીનું પ્લેન
કેનેડામાં સૌથી વધારે સી પ્લેન ઉડે છે
એક વ્યક્તિની ટિકીટ 4800 રૂપિયા રહેશે

અમદાવાદ રિવરફ્રન્ટ વોટર એરોડ્રામ પર હાલ થ્રી લેયર સિક્યુરિટી

અમદાવાદ સાબરમતી નદીમાં સી પ્લેન ઉતારી દેવાયું છે. ત્યારે એ માટે એર ટ્રાફિક કંટ્રોલના ટેસ્ટિંગની સાથે ઇન્ટરનેશનલ સ્તરના સી એરપોર્ટની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દાણીલીમડાથી જમાલપુર વચ્ચેની નદીમાં ગુજરાતનું સૌ પ્રથમ સી પ્લેન લેન્ડ થઇ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સી પ્લેનથી કેવડિયાથી અમદાવાદ આવશે. ત્યારે તેમની સુરક્ષા માટે પણ નદીમાં તેમજ વોટર એરોડ્રામ પર હાલ થ્રી લેયર સિક્યુરિટી તેમજ અંતિમ તબક્કામાં જ્યારે વડાપ્રધાન મોદી આવે ત્યારે NSG લેવલની સિક્યુરિટી પણ ચાર્જ સંભાળી લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ

પ્રથમ દિવસ (30 ઓક્ટોબર)

– 30 ઓક્ટોબરે હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા
– 30 ઓક્ટોબરે સાંજે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
– પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે
– ફેરી બોટ (ક્રુઝ ) નું  ઉદ્ધઘાટન
– ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે
– સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ કરશે રોકાણ

બીજો દિવસ (31 ઓક્ટોબર)

 • સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન
  – સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા
  – સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ
  – સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ પ્રવચન
  – સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ
  – બાદમાં તળાવ નંબર 3 પર જશે
  – સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે