Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : seaplane અમદાવાદના આંગણે, રિવરફ્રન્ટ પર શાનદાર સ્વાગત

BREAKING : seaplane અમદાવાદના આંગણે, રિવરફ્રન્ટ પર શાનદાર સ્વાગત

0
161
  • અમદાવાદના આંગણે સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન આવી પહોંચ્યું
  • સી પ્લેનને જોવા લોકોની ભીડ ઉમટતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું

અમદાવાદ : ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન આવી પહોંચ્યું છે. બે વિદેશી પાયલોટ સાથે સી પ્લેન અમદાવાદ પહોંચી ગયું છે. ગોવાથી સી પ્લેન ગુજરાત આવી ગયું છે. કેવડિયા ખાતે સી પ્લેનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. હાલમાં સાબરમતી નદીની અંદર અધિકારીઓ અને જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન આવી પહોંચ્યું છે. સી પ્લેન જોવા માટે નદીના બ્રિજ પર લોકોની ભીડ ઉમટી પડી છે. અધિકારીઓ, AMCની ટીમ તેમજ એવિએશનની ટીમો રિવરફ્રન્ટ પર હાલમાં હાજર છે. ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.

જાણો સી-પ્લેનની ખાસિયતો…

સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે.
220 કિમીની યાત્રા સી પ્લેન માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે.
સવારના 8 વાગ્યેથી અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે.
6 માસ સુધી વિદેશી પાયલોટ સી પ્લેનના પાયલોટને તાલીમ આપશે.
ક્ષમતા : 19 લોકોને બેસાડવાની
હાલમાં 14 લોકોને જ બેસાડાશે, જેમાં 5 ક્રુ મેમ્બર્સ હશે
300 મીટરના રનવે પરથી ઉડાણ ભરી શકે છે
એમ્ફીબિયસ કેટેગરીનું પ્લેન
કેનેડામાં સૌથી વધારે સી પ્લેન ઉડે છે
એક વ્યક્તિની ટિકીટ 4800 રૂપિયા રહેશે