Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સી-પ્લેન આજે અમદાવાદમાં : દિલ્હીનું ભાડું રૂ.2500 આસપાસ પરંતુ કેવડિયાનું ભાડું જાણી ચોંકી જશો

સી-પ્લેન આજે અમદાવાદમાં : દિલ્હીનું ભાડું રૂ.2500 આસપાસ પરંતુ કેવડિયાનું ભાડું જાણી ચોંકી જશો

0
208
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે
  • PM મોદીના આગમનને લઇ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો
  • સી-પ્લેનનું અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીનું ભાડું રૂ.2500-3000ની આસપાસ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં આવવાના હોવાથી સાબરમતી નદીમાં તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે. સી-પ્લેન સોમવારે અમદાવાદ આવી પહોંચશે. સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરાયું છે. સી પ્લેન રવિવારે માલદીવ્સથી કોચિ આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચિ ઉતર્યું હતું. સી-પ્લેન કોચિથી ગોવા થઈને અમદાવાદ આવશે. અહીં આવ્યાં બાદ સી-પ્લેનના ટ્રાયલ સહિતની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ દરમિયાન કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રિજનલ કનેક્ટવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવાં રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે અને મહત્વનું છે કે, ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતાં રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે. પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરાયું છે.

આ પણ વાંચો: 65 વર્ષની વયે પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વે કરશે બીજા લગ્ન

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાબરમતીમાં સી પ્લેનને લઈ તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી સાબરમતીથી કેવડિયા સી પ્લેન મારફતે જવાના છે. તેને લઈ સુરક્ષા માટે વોટર એરોડ્રામ પર હાલ થ્રિ લેયર સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે અને આખરી તબક્કામાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે એન.એસ.જી લેવલની સિક્યુરિટી ચાર્જ લેશે તેવી માહિતી હાલ જાણવા મળી રહી છે.

નોંધનીય છે કે, સાબરમતી નદીમાં સી-પ્લેન જે જગ્યાએ પ્લેન લેન્ડ થવાનું છે, તે જગ્યાને સામાન્ય એરપોર્ટની જેમ જ લેન્ડિંગ સિગ્નલ, હવાના દિશા જાણવા માટેના સાધનો લગાવામાં આવ્યા છે. બ્રિજ પર રેલિંગની સાથે પ્લેન માટેના લેન્ડિંગ સિગ્નલ લગાવામાં આવ્યાં છે. બીજી તરફ નદીમાં પણ ક્લોટિંગ બેરીકેટ લગાવામાં આવ્યાં છે.

સી-પ્લેન અમદાવાદથી કેવડિયાના રૂટ માટે ઉડાન યોજના હેઠળ આવે છે. ત્યારે આટલું ભાડું હોવાને કારણે લાગી રહ્યું છે કે, સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ ઓછા અંશે સિદ્ધ થઇ શકે તેવું લાગી રહ્યું છે. દરમિયાન દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: 24 કલાકમાં 919 લોકો કોરોનાથી સંક્રમિત, રિકવરી રેટ 89.46% પર પહોંચ્યો