Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતાં શિવરંજની AB જવેલર્સ સીલ

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતાં શિવરંજની AB જવેલર્સ સીલ

0
171

અમદાવાદ: શહેરના શિવરંજની ખાતે આવેલા એ.બી.જવેલર્સ (Sealed to ab jewelers) માં આજે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયાં ઉડયા હતા. જેના કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા સીલ મારવામાં આવ્યું હતું. એ.બી.જવેલર્સ (Sealed to ab jewelers)માં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હતું. તેમ જ મોટાપાયે લોકોએ માસ્ક પણ પહેર્યુ ન હતું. આગામી દિવસોમાં પણ કોર્પોરેશન તરફથી ડ્રાઇવ ચાલુ રહેશે તેવી કોર્પોરેશને જાહેરાત કરી છે.

કોવીડ 19ને લઇને કેન્દ્રીય ગુહ મંત્રાલય તરફથી જાહેરમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે. તેને લઇને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી પણ વારંવાર જાહેરાત કરવામાં આવી છે. છતાં પણ કેટલાંક લોકો દ્રારા તેનો ખુલ્લેઆંમ ભંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: માતાની સહી કરી બેંકમાંથી રોકડ ઉપાડી લેનાર પુત્રી વિરુદ્ધ SBI બેંકની ફરિયાદ

તાજેતરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોએ માઝા મૂકી છે. તેમ છતાં લોકોમાં જાગ્રતિ કેળવવામાં આવતી નહીં હોવાથી કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા ફરીવાર ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

શનિવાર સાંજે જોધપુર વોર્ડમાં શિવરંજની ચાર રસ્તા પાસેના સિધ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ખાતે આવેલા એ.બી. જવેલર્સ (Sealed to ab jewelers)માં ડ્રાઇવ કરી હતી. ત્યારે મોટાપાયે ગ્રાહકો દ્રારા માસ્ક પહેરેલા ન હતા. તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ (Sealed to ab jewelers) પણ જળવાતું ન હતું. જેથી કોર્પોરેશન તરફથી એ.બી. જવેલર્સ (Sealed to ab jewelers)ના શો રૂમને સીલ મારી દેવામાં આવ્યું હતું.

 

અગાઉ આ જ રીતે કોર્પોરેશન તરફથી કરાયેલી ડ્રાઇવમા ગાઇડલાઇનનો ભંગ કરતાં આલ્ફા મોલ, સેન્ટ્રલ મોલ , નેશનલ હેન્ડલુમ સહિત અસંખ્ય મોલ, શો રૂમ, ઉપરાંત ઓફીસોને સીલ કરી દીધી હતી. તો રેસ્ટોરન્ટથી માંડીને અનેક દુકાનોને પણ સીલ માર્યા હતા. જયારે અનેક વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે આ કેસો કરવા માટે જેટની ટીમ પણ સક્રિય બની છે. અને કેસો કરવાના ફરીવાર ચાલુ કરી દીધાં છે.

આ પણ વાંચો: Tea stall બંધઃ ‘ચાય પે ચર્ચા’ના નામે વોટ લઇ તેની ખો કાઢી નાંખી : કોંગ્રેસ

આ જ સ્થિતિ ચાના સ્ટોલ પર જોવા મળતાં અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં ચાના સ્ટોલ પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. જેના પગલે ફફડી ઉઠેલાં અન્ય ચાના સ્ટોલધારકોએ સ્વયંભૂ દુકાનો બંધ કરી દીધી હતી. આ ઘટનાના પગલે હોબાળો મચી જતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી એસઓપી જાહેર કરવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન કરવા હુકમ કર્યો છે.