Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટા ઉપાડે શરૂ કરેલી “સી” પ્લેન સેવા શુ બંધ થઈ ગઈ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટા ઉપાડે શરૂ કરેલી “સી” પ્લેન સેવા શુ બંધ થઈ ગઈ?

0
73
  • કોરોના કાળથી બંધ થયેલી “સી” પ્લેન સેવા હજુ સુધી ચાલુ ન થતા અનેક તર્ક વિતર્ક

  • “સી” પ્લેન 8 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું

  • 17 એપ્રિલે 2021 ના રોજ “સી” પ્લેન અમદાવાદથી માલદીવ ગયું તે હજુ પરત આવ્યુ જ નથી

  • “સી” પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવથી પરત ક્યારે આવશે એ વિશે અધિકારીઓ પણ અજાણ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સરદાર પટેલની જન્મ જયંતિ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવા શરૂ કરી હતી.”સી” પ્લેન સેવા કોરોના કાળ દરમિયાન બંધ થતાં અત્યાર સુધી ચાલુ ન થતા પ્રવાસીઓ દ્વિધામાં મુકાયા છે.”સી” પ્લેન 8 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું.ત્યાર બાદ 17 એપ્રિલે 2021 ના રોજ “સી” પ્લેન અમદાવાદથી માલદીવ ગયું તે હજુ પરત આવ્યુ જ નથી.

અમદાવાદથી કેવડિયા વચ્ચે “સી” પ્લેનની સેવા મોટા ઉપાડે શરૂ કરવામાં તો આવી પણ એ ચાલુ ક્યારે થશે એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.અગાઉ પણ “સી” પ્લેન સેવાની શરૂઆત બાદ મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું, પણ અમુક સમય પછી “સી” પ્લેનની શરૂઆત થઈ હતી.હવે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો ખુલ્લા તો મુકાયા પણ “સી” પ્લેન સેવા બંધ રહેતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

“સી” પ્લેન સેવા બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓને પૂછવામાં આવતા તેઓ દ્વારા પણ કોઈ જવાબ અપાયો ન્હોતો, “સી” પ્લેન સેવા ફરી શરૂ ક્યારે થશે એ બાબતે અધિકારીઓ પણ અજાણ હતા.સી-પ્લેનના મેન્ટેનન્સ માટેની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનંસ માટે માલદીવ મોકલાય છે.ફ્લાઈંગ અવર પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે 17 એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ.હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે.છતા સી-પ્લેન પરત નથી આવ્યુ.હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ સૂત્રોએ જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat